સુરત: શહેરનું કુલ પરિણામ 80.66 ટકા આવ્યું છે. તેમજ A1 ગ્રેડમાં કુલ 189 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. જેમાં આશાદીપ ગ્રુપના A1 ગ્રેડના 53 જેટલા વિદ્યાર્થીઓ ઉર્તીણ થયા છે.
સુરતમાં આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડમાં બાજી મારી - Surat NEWS
આજે સમગ્ર રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ચૂકયું છે. ત્યારે વિદ્યાર્થીઓમાં કયાંક ખુશી કયાંક ગમનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 5.25 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. જે પૈકી સુરતની વાત કરીએ તો આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડમાં બાજી મારી છે.

સુરતમાં આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડમાં બાજી મારી
સુરતમાં આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડમાં બાજી મારી
જેમાં આશાદીપ સ્કૂલમાં પ્રથમ આવનારી બોદરા નક્ષીનું પરિણામ 99.99 પરસેન્ટાઇલ છે. તેણીના પિતા એમ્બ્રોઈડરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. નક્ષી રોજેરોજ 4 કલાકનું વાંચન કરતી હતી, અને સ્કૂલમાં શિક્ષકોએ ભણાવેલું રિવિઝન કરતી હતી. પોતે આખા વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી છે. તેમજ આવનારા ભવિષ્યમાં તેને CA બનવાની ઇચ્છા છે.