ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત ઘટના બાદ પણ શહેરમાં બીજા માળે પતરા શેડ નાખીને ક્લાસ મળ્યા જોવા - gujaratinews

સુરત: શહેરમાં શાળાઓ અને ટ્યુશન સંચાલકોની બેદરકારી સામે આવી છે. તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડ બાદ જ્યારે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે આ જ વિસ્તારમાં અનેક ક્લાસના બીજા માળે પતરા શેડ નાખીને ક્લાસ જોવા મળ્યા હતા.

સુરતમાં શાળાઓ અને ટ્યુશન સંચાલકોની બેદરકારી આવી સામે

By

Published : May 27, 2019, 12:05 PM IST

સુરત મનપા દ્વાર શહેરના વરાછા, કતારગામ, મોટા વરાછા તેમજ ગોદાદરા સહિતના વિસ્તારોમાં તપાસ શરૂ કરીને કડક કામગીરી કરવામાં આવી રહી છે. શાળાના બીજા માળે ઉભા કરાયેલા તમામ પતરાના શેડ દૂર કરવામાં આવી રહ્યા છે. કોઈપણ પ્રકારની ફાયરસેફટી વગર અને વિદ્યાર્થીઓના જીવ સામે જોખમ ઉભું થાય તે પ્રકારના શેડ ઉભા કરાયા હતા. તક્ષશિલા અગ્નિકાંડ બાદ આવી શાળા અને ટ્યુશન સંચાલકો દ્વારા મનપાના શહેરી વિકાસ વિભાગ દ્વારા કામગીરી પુરજોશમાં છે.

તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડ બાદ મનપાએ 151 અધિકારીઓની 13 ટીમ બનાવીને કામગીરી હાથ ધરી છે. જેમાં 499 ક્લાસિસ સર્વે જેમાંથી 159ને નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ 1038 દુકાનો, 41 ક્લાસિસ, 7 હોસ્પિટલ, 2 રેસિડેન્ટ અને 3 કોમર્શિયલ મિલકતને સીલ કરવામાં આવ્યા છે.

સુરતમાં શાળાઓ અને ટ્યુશન સંચાલકોની બેદરકારી આવી સામે

આ ઉપરાંત 16 બિલ્ડીંગમાં ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ગેરકાયદેસર ડોમ હતા, આશરે 42790 ચોરસ ફૂટ ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન તોડી પાડવામાં આવ્યા છે. 132 મિલકતોમાં ગેરકાયદેસર ડોમ દૂર કરવા નોટિસ ફટકારવામાં આવી.

ABOUT THE AUTHOR

...view details