પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દોઢ વર્ષ અગાઉ બહેન દ્વારા ભાઈ પર બોગસ વીલ બનાવવાનો કેસ કરવામાં આવ્યો હતો. જેમાં 42 વર્ષીય રૂસ્તમ કેસરી વિરૂદ્ધ તેની બહેન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ બમરોલી ગામમાં રહેતા રૂસ્તમને લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો. ડાયાબિટીસથી પીડાતા રૂસ્તમના મોત અગાઉ ગત શનિવારે તેમની પત્ની તેના પતિની મુલાકાત લેવા માટે લાજપોર જેલમાં ગઈ હતી.
સુરતની લાજપોર જેલમાં કાચા કામના કેદીનું રહસ્યમય મોત... - lajpor jail
સુરત: શહેરમાં આવેલા લાજપોર જેલમાં બોગસ બીલ કેસમાં કાચા કામના કેદીનું મોત રહસ્યમય સંજોગોમાં થયું હતું. ત્યારે મૃતકના પરિવાર દ્વારા શંકાસ્પદ મોતને લઈને સવાલો ઉભા કરવામાં આવ્યા છે.
સુરતની લાજપોર જેલમાં કાચા કામના કેદીનું રહસ્યમય મોત..
પરિવારમાં રોષ જોઈને સિવિલ હોસ્પિટલમાં મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ જોડીયા બાળકોના પિતાના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.