સુરતઃ જિલ્લામાં ગુનાખોરીની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જાણે ગુનેગારોને પોલીસનો કોઈ ખોફ જ ન હોઈ તેમ એક પછી એક ક્રાઈમની ઘટનાને અંજામ આપવામાં સફળ થઈ રહ્યા છે. ત્યારે આ જ પ્રમાણે સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી.
સુરતના કોસંબા ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીઓની ધરપકડ કરી - Surat District Pipodara GIDC
સુરત જિલ્લા પીપોદરા GIDC વિસ્તારમાં અજાણ્યા યુવકની કરપીણ હાલતમાં કરાયેલી હત્યાનો ભેદ સુરત ગ્રામ્ય LCB અને SOG પોલીસે 4 હત્યારોની ધરપકડ કરીને સમગ્ર ભેદ ઉકેલયો છે. ત્યારે શું હતું હત્યાનું કારણ જુઓ આ અહેવાલ.
સુરત જિલ્લાના કોસંબા ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
સુરતના પીપોદરા GIDC વિસ્તારમાં એક દિવસ અગાઉ અજાણ્યા ઈસમો દ્વારા એક યુવકને પથ્થરના ઘા જીકી અર્ધનગ્ન હાલતમાં કરપીણ હત્યા કરવામાં દેવામાં આવી હતી. જેને લઈને કોસંબા પોલીસ તેમજ સુરત SOG અને LCB પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડયો હતો. ત્યારે આ હત્યા પાછળ કોણ જવાબદાર છે અને શા માટે હત્યા કરવામાં આવી હતી. તે અંગે તપાસની દોર પોલીસે હાથ ધર્યો હતો અને અંતે સુરત ગ્રામ્ય LCB અને SOG પોલીસે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો.
Last Updated : Mar 13, 2020, 1:00 PM IST