સુરત : સમગ્ર મામલે ગણેશ નામના યુવકનું હોસ્પિટલમાં સારવાર દરિમયાન મોત નીપજ્યું હતું. પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસમાં આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે 3 જેટલા ઈસમોને પોલીસે હત્યાના ગુનામાં ઝડપી લીધા હતા. તેમજ કાયદેસરની કાર્યાવાહી હાથ ધરવામાં આવી હતી. તો અન્ય ફરાર આરોપી પોલીસ પકડથી દૂર છે. પોલીસે પકડેલા આરોપી અરુણ ઉર્ફ ડેરિંગ તારાચંદ પાટીલ, જયેશ ઉર્ફે કાલુ રમેશ પટેલ, કૈલાસ ઉફ્રે સંજય બોચરિયા પોત્તે પકડાયેલા આરોપીની પૂછપરછ હાથ ધરી હતી. તેમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. જેમાં હત્યાની સોપારી અપાઈ હતી.
સુરત સબ જેલમાંથી અપાઇ હતી હત્યાની સુપારી - SURAT NEWS
સુરતના લિંબાયત વિસ્તારમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. હત્યાની સોપારી લાજપોર જેલમાંથી આપવામાં આવી હતી. સુરતના લિંબાયતના આસપાસ નગર 2માં કેટલાક હત્યારાઓ તલવાર, ચપ્પુ અને બંદૂક જેવા ઘાતક હથિયાર લઈ ધસી આવ્યા હતા અને એક મહિલાને મારવા લાગ્યા હતા. જેમાં અન્ય બે લોકો બચાવ માટે વચ્ચે પડયા તેઓને પણ પણ ચપ્પુના ઘા મારી ઇજા કરાઈ અને ગંભીર રીતે ઘાયલ કરી ફરાર થઈ ગયા હતા.
આ મામલે લિંબાયત પોલીસ મથકથી એસીપી પરમારે જણાવ્યું કે, લિંબાયત હત્યા કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ગોરખ વાઘ નામના વ્યક્તિ રહે છે. તેનો દીકરો વિશાલ વાઘ જેલમાં છે. આ મામલે જેલમાં વિશાલ અને સાગર ઉર્ભે મનિયો ઉર્ફે ડુક્કર સાથે ઝઘડો થયો હતો. આ મામલે જેલના ઝઘડાની અદાવત રાખી મનિયા ડુક્કરે પોતાના સાગરિતોને જેલમાંથી જણાવ્યું હતું કે, ગોરખ વાઘના ઘરે જઈને જે મળે તેના પર હુમલો કરો. આ ઝઘડામાં ગણેશ પાટીલની હત્યા થઈ હતી. આ મામલે જેલમાંથી હત્યાની સોપારી આપવાની કોશિષ કરવાના કારણે ગુનાહિત કૃત્યુ કરવાની કલમ 120 બીનો ઉમેરો કરવામાં આવે છે.
સમગ્ર મામલે સુરત શહેરમાં પેહલા તો બહારથી હત્યારાઓએ હત્યાને અંજામ આપી રહ્યાં હતાં, પણ હવે તો હત્યારાઓ જેલમાંથી જ ગેંગ ઓપરેટ કરી હત્યા કરાવી રહ્યા છે. બીજી બાજુ થોડાક દિવસ અગાઉ પણ કાલુ નામના બુટલેગરની હત્યાનો મામલો પણ જેલમાંથી રચ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે . સમગ્ર મામલે સુરત શહેરમાં પેહલા તો બહારથી હત્યારાઓએ હત્યાને અંજામ આપી રહ્યાં હતાં. પણ હવે તો હત્યારાઓ જેલમાંથી જ ગેંગ ઓપરેટ કરી હત્યા કરાવી રહ્યા છે. બીજી બાજુ થોડાક દિવસ અગાઉ પણ કાલુ નામના બુટલેગરની હત્યાનો મામલો પણ જેલમાંથી રચ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.