મુંબઈમાં કાલા ચોકી નજીક આવેલાં અભિદે નગરમાં રહેતાં વચનારામ દેવાસી સોનાનું જોબવર્ક કરે છે. તેઓ સુરતમાં રહેતા તેમના મિત્ર વિશાલના ઘોડ દોડ ખાતે સોનાની લે-વેચની ઓફિસ ધરાવતા કેતન શાહ નામના વેપારી જથ્થાબંધમાં સોનાની ચેન લેવાની ઈચ્છા ધરાવતા હોવાની વાત જણાવી હતી. જેથી વચનારામ સુરત આવ્યા હતા.
46 નંગ સોનાની ચેન વેચવા આવેલો મુંબઈનો વેપારી સુરતમાં છેતરપીંડીનો ભોગ બન્યો - latest surat crime news
સુરતઃ મુંબઈથી મિત્રના હસ્તે 46 નંગ સોનાની ચેન વેચાવા આવેલો વેપારી છેતરપીંડીનો ભોગ બન્યો છે. હૉલમાર્ક ચેક કરાવવાનું કહીને ઠગબાજોએ રૂપિયા 26 લાખથી વધુની મત્તાની સોનાની ચેન લઈ રફુચક્કર થઈ ગયા હતાં. ત્યારબાદ ભોગબનનાર વેપારીએ ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મિત્ર વિશાલ જોડે ઘોડ રોડ ખાતે આવેલી વેસ્ટ-ફિલ્ડ કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા કેતન શાહને ત્યાં ગયા હતા. જ્યાં વચનારામ ભાઈએ પોતાની પાસે રહેલી રૂપિયા 26 લાખથી વધુની સોનાની ચેન કેતન શાહને બતાવી હતી. કેતન શાહે સોનાની ચેન હોલમાર્કવાળી છે કે નહીં તે ચેક કરાવવાનું કહીને ઓફિસેથી નીકળ્યા હતા. પરંતુ કલાકો બાદ પણ કેતન શાહ ઓફિસ પરત ન ફરતાં ઓફિસમાં પહેલાથી બેઠેલો વ્યક્તિ પણ બહાર જવાનું બહાનું કાઢી નીકળી ગયો હતો. જો કે, બંને ઠગાબાજોએ પહેલાંથી જ બનાવેલો પ્રિ-પલાણ મુજબ 26 લાખથી વધુની સોનાની ચેન લઈ ફરાર થઈ ગયા હતાં.
આ ઘટનાની ભોગનબનનાર વચનારામભાઈએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની તપાસ હાથ ધરી હતી.