સુરત: સામાન્ય સંજોગોમાં બિલાડીના રડવાના અવાજને અપશુકન (Teasing of girl in Surat )ગણવામાં આવે છે, પરંતુ 13 વર્ષની બાળકી તેના કારણે જ બચી ગઈ હતી. નરાધમ બાળકી સાથે (Surat Sachin GIDC area)કોઈ અપ્રિય ઘટના કરે તે પહેલા જ પરિવારના સભ્યો પહોંચી ગયા હતા. બિલાડીનો અવાજ સાંભળી માતા ઉઠી ગઈ હતી અને એક બાળકીને શોધતા તે આરોપી સુધી પહોંચીગઈ હતી.
દીકરી ગાયબ હતી -સચિન જીઆઇડીસીમાં ધાબા પર સૂતેલી કિશોરી માસીની દીકરી માટે ઘરમાં પાણી લેવા ગઇ ત્યારે એક હેવાને પાણીના પ્લાન્ટમાં ખેંચી જઇ બિભત્સ હરકત કરી હતી. જોકે મહત્વની વાત એ છે કે બિલાડીના રડવાના અવાજને આ( Sound of the cat )અપશુકન ગણવામાં આવે છે. પરંતુ 13 વર્ષની બાળકી તેના કારણે જ બચી ગઈ હતી. ઝોન ત્રણના ડીસીપી સાગર બાઘમારેએ જણાવ્યું હતું કે સચિન GIDC વિસ્તારમાં રહેતા યુપી વાસી પરિવારની મહિલા ચાર દિવસ અગાઉ પરિવાર સાથે નજીકમાં રહેતી બહેનના ઘરે જમવા ગઇ હતી. જયાંથી પતિ સંચા ખાતામાં નોકરી પર જવા નીકળી ગયો હતો. મહિલા તેના બે પુત્ર અને પુત્રી તથા બહેનની પુત્રી સાથે પરત ઘરે આવ્યા હતા. રાતે મહિલા પોતાની પુત્રી અને બહેનની પુત્રી સાથે ઘાબા પર સુતેલા હતા. દરમિયાનમાં રાતે 12.30 વાગ્યાના અરસામાં બિલાડીના રડવાનો અવાજ આવતા મહિલા જાગી ગઇ હતી અને તેની બહેનની પુત્રી તો પોતાની બાજુમાં બેઠેલી હતી જયારે પોતાની દીકરી ગાયબ હતી.
આ પણ વાંચોઃઘરવાલી અને બહારવાલીની વચ્ચે ફસાયા આ કૉંગ્રેસી નેતા, પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યા અને પછી....