દક્ષિણ ગુજરાતના તમામ આઠ જિલ્લામાં ભાજપ પ્રમુખની વરણી માટેની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સાંસદ, ધારાસભ્ય સહિત 26 આગેવાનો સાથે આ મુદ્દે નિરીક્ષકોની ટીમ ચર્ચા કરવાની છે. હાલ સુરતના વર્તમાન ભાજપ પ્રમુખ નીતિન ભાજીયાવાળાને રિપીટ કરવાની શકયતાઓ પણ રહેલી છે. ડેપ્યુટી મેયર નીરવ શાહ, પૂર્વ મેયર નિરંજન ઝાંઝમેરા, રાજેશ દેસાઈ અને અજય ચોકસી શહેર ભાજપ પ્રમુખની રેસમાં છે. સુરત શહેર ઉપરાંત જિલ્લા, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.
સુરત શહેર ભાજપ પ્રમુખની વર્ણી માટે નિરીક્ષકોની બેઠકનો દોર શરૂ - નિરીક્ષકોની બેઠક
સુરત: દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેરમાં ભાજપ પ્રમુખની વર્ણીને લઇ નિરીક્ષકોની બેઠકનો દોર શરૂ થયો છે. કુલ આઠ જિલ્લામાં પ્રમુખની વરણી થશે. સુરતમાં ત્રણ અલગ-અલગ જૂથના દાવેદારો શહેર ભાજપ પ્રમુખની રેસમાં છે. જેમાં સી. આર. પાટીલ, પુરણેશ મોદી જૂથના દાવેદારી માટે સામ સામે છે. શહેર ભાજપના પ્રદેશ નિરીક્ષકોમાં મહેસુલ પ્રધાન કૌશિક પટેલ, વન પર્યાવરણ પ્રધાન, ગણપત વસાવા અને પ્રદેશ મહામંત્રી ભરત સિંહ પરમાર સામેલ છે. આ ટીમ ગુરુવારે સુરતમાં આવી પહોંચી છે. જેમાં શહેર ભાજપ પ્રમુખની નિમણૂંક બાબતે ચર્ચાઓનો દોર પુરજોશમાં શરુ થયો છે.
સુરત
સુરતના સર્કિટ હાઉસ ખાતે આ મહત્વની ચર્ચાઓ માટેનો દોર પુરજોશમાં જોવા મળી રહ્યો છે. સૌ કોઈની નજર શહેર ભાજપ પ્રમુખના નવા નામ પર રહેલી છે.