ગુજરાત

gujarat

ETV Bharat / state

MD ફીઝીશીયને હોસ્પિટલની અંદર જ હાથમાં ઇન્જેક્શન મારીને આપઘાત કરી લેતા ચકચાર - The MD physician committed suicide by injecting

સુરતના રાંદેર તાડવાડી વિસ્તારમાં હોસ્પિટલ ધરાવતા તબીબે હાથમાં ઇન્જેક્શન મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. તબીબના આપઘાતનું કારણ હાલ સામે આવ્યું નથી. બનાવની જાણ થતા રાંદેર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

the-md-physician-committed-suicide-by-injecting-himself-inside-the-hospital
the-md-physician-committed-suicide-by-injecting-himself-inside-the-hospital

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2023, 9:05 PM IST

સુરત: સુરતમાં 54 વર્ષીય તબીબે આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. અડાજણ પટેલ નગર સોસાયટીમાં રહેતા 54 વર્ષીય ડો. ઉદય કાંતિલાલ પટેલ એમડી ફીઝીશીયન હતા તેઓ રાંદેર રોડ તાડવાડી ખાતે પટેલ હોસ્પિટલ ધરાવતા હતા. તેઓએ હાથમાં ઇન્જેક્શન મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. તેઓ હોસ્પિટલમાં બેભાન મળી આવ્યા બાદ તેઓને સારવાર અર્થે લઇ જવાયા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા. તબીબના આપઘાતને લઈને તબીબી આલમમાં શોકની કાલીમા છવાઈ ગયી હતી

હાથમાં ઇન્જેક્શન મારીને આપઘાત કરી લેતા ચકચાર

રાંદેર પોલીસે તપાસ હાથ ધરી:ડો. ઉદય પટેલ સુરતમાં પોતાની પત્ની અને માતા પિતા સાથે રહેતા હતા જયારે તેઓનો પુત્ર હાલમાં અમેરિકા ખાતે અભ્યાસ કરી રહ્યો છે, તબીબે આ પગલું કેમ ભર્યું તે હાલ સામે આવ્યું નથી. બીજી તરફ બનાવની જાણ રાંદેર પોલીસને થતા રાંદેર પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

તબીબી આલમમાં શોક: દિવાળીના સમયે ડો, ઉદય પટેલના આપઘાતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો તો બીજી તરફ તબીબી આલમમાં શોકની કાલીમા છવાઈ ગયી હતી.

  1. Surat Crime : સુરતમાં ડ્રગ્સ વિરોધી કાર્યક્રમ યોજાનાર યુવક પર જીવલેણ હુમલો, 2 હુમલાખોર ઝડપાયા
  2. Kutch: અંજારમાં વેપારીના 19 વર્ષીય પુત્રનું અપહરણ, 1.25 કરોડની ખંડણી માંગવામાં આવી

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details