ગુજરાત

gujarat

ETV Bharat / state

7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારની થઈ ધરપકડ, ન્યાયની માંગણી માટે લોકો આવ્યા રોડ પર - સુરતમાં યુવતી પર દુષ્કર્મ કરનારની ધરપકડ થઈ

સુરતમાં અવાર નવાર દુષ્કર્મના (A girl was raped in Surat) બનાવો બની રહ્યા છે. ત્યારે ઓડિસાની સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર 14 વખત વાહનચોરીના ગુનામાં તેની ઘરપકડ કરવામાં આવી (raped the girl has been arrested in surat) છે. આ ઝડપાઈ ચુકેલા આરોપીને ફાંસી થાય તે માટે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારની થઈ ધરપકડ, ન્યાયની માંગણી માટે લોકો આવ્યા રોડ પર
7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારની થઈ ધરપકડ, ન્યાયની માંગણી માટે લોકો આવ્યા રોડ પર

By

Published : Dec 9, 2022, 2:55 PM IST

Updated : Dec 9, 2022, 9:48 PM IST

સુરત: 7 વર્ષની બાળકી પર હવસખોર પડોશીએ રેપ કરી હત્યા કરવાના કેસમાં ક્રાઇમબ્રાંચે તેને પકડી પાડ્યો (raped the girl has been arrested in surat) છે. જોકે આ ઘટના બાદ સ્થાનિકોએ સીંગણપોર ચાર રસ્તા પર અડધો કલાક સુધી ચક્કાજામ કરી આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી. આખરે પોલીસે મામલો શાંત પાડ્યો હતો. બીજી બાજુ આ વિસ્તારથી ધારાસભ્ય બનેલા વિનુ મોરડીયાએ આ ઘટના બાદ વિજય સરઘસ કરવાનો નિર્ણય પણ મોકૂફ રાખ્યો હતો.

7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારની થઈ ધરપકડ, ન્યાયની માંગણી માટે લોકો આવ્યા રોડ પર

સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ: સુરત વેડરોડ વિસ્તારમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ (A girl was raped in Surat) કરનાર આરોપી સુરતના અલગ અલગ પોલીસ મથકમાં 14 વખત વાહનચોરીના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે પંડોળ વિસ્તારમાંથી આરોપી મુકેશ ઉર્ફે મુકો ચીમનલાલ પંચાલને ઝડપી પાડ્યો હતો. બાળકીના પાડોશમાં રહેતા આરોપીએ પહેલા બાળકી સાથે દુષ્કર્મ આચર્યું (7 years old girl was raped and killed in surat) હતું અને દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ બાળકીની લાશને ઘરમાં રહેલા બેડમાં સંતાડીને ફરાર થઇ ગયો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં આરોપી રીઢો ગુનેગાર છે. બાળકીનો પરિવાર મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે. ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો પરિવાર છેલ્લા ઘણા વર્ષથી સુરતમાં રહે છે.

બેડમાં કોથળામાં પેક કરી દીધો મૃતદેહ: ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદીએ જણાવ્યું હતું કે, 11:30 વાગ્યાના અરસામાં બાળકીને રૂપિયા આપવાની લાલચ આપી પોતાની રૂમમાં લઇ ગયો હતો. આરોપીએ બાળકીની લાશનો નિકાલ કરવાનું પણ નક્કી કરી લીધું હતું પરંતુ દિવસમાં તે શક્ય ન હતું. તેથી તેણે મૃતદેહને બેડમાં કોથળામાં પેક કરી દીધી હતી અને ઘરને તાળું મારી ફરાર થઇ ગયો હતો. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો (raped the girl has been arrested in surat) હતો.

વિજય રેલીને મોકુફ રખાઈ: કતારગામમાં બનેલી આ ઘટના ખૂબ જ ખરાબ છે. જ્યારે બીજી બાજુ વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) કતારગામ બેઠકથી વિજેતા બનેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને પ્રઘાન વીનુ મોરડીયાએ પોતાની વિજય રેલીને મોકુફ રાખી હતી. સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, "વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ હું કતારગામના નાગરિકોનો આભારી છું. કતારગામની માસૂમ બાળકીના મોતનો મલાજો જાળવતા વિજયોત્સવ (વિજય રેલી) મોકૂફ રાખેલ છે. આપણે સૌ સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ."

ન્યાયની માંગણી માટે રોડ પર આવ્યા લોકો: આ ઘટનાને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકો મોટી સંખ્યા પર રોડ પર ઉતરી આવ્યા હતા અને ચકાજામ કર્યું હતું. લોકોમાં ભારે રોષ જોઈ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મહિલા પુરુષો અને બાળકો ન્યાયની માંગણી માટે રોડ પર ઊતરી આવ્યા (7 years old girl was raped and killed in surat) હતા. મતગણતરીના દિવસે લોકોએ આ વિસ્તારમાં એકત્ર થયા હતા અને વિવિધ બેનરો અને સુત્રોચાર કરી આરોપીને ફાંસી થાય તેવી માંગ કરી હતી. આખરે પોલીસે વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો.

Last Updated : Dec 9, 2022, 9:48 PM IST

ABOUT THE AUTHOR

...view details