સુરત: ગુજરાતમાં સૌથી લાંબો સાયકલ ટ્રેક સુરત (longest cycle track in Gujarat)ખાતે તૈયાર કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા આ ખાસ સાયકલ ટ્રેક બનાવવામાં (Cycle Track Surat ) આવ્યો છે. તેથી પર્યાવરણની સાથોસાથ શહેરીજનો પણ સ્વસ્થ રહે. 75 આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav)અંતર્ગત શહેરમાં 75 કિલોમીટર લાંબો આ સાયકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. આ ટ્રેક પર લાલ રંગથી સાંકેતિક સાઈકલ બનાવવામાં આવી છે જેથી લોકોને ખબર પડે કે આ ટ્રેક વિશેષસાઈકલ ચાલકો માટે છે.
આ પણ વાંચોઃકોરોના કાળમાં લોકો ફિટનેસ તરફ આગળ વધતાં અમદાવાદમાં સાઇકલનું વેચાણ ડબલ થયું
75 કિલોમીટર સાયકલ ટ્રેક તૈયાર-સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, જે રીતે શહેરીકરણ થઈ રહ્યું છે ત્યારે લોકો પોતાના સ્વાસ્થ્ય માટે સાયકલનો વપરાશ વધારે કરે અને તેમને સુંદર અનુભવમળે આ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા 75માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75 કિલોમીટર સાયકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. લોકો વધારે સંખ્યામાં સાયકલ તરફ વડે એ માટે આ ટ્રેક તૈયાર કરાયો છે. સાથો સાથે સાયકલ પર્યાવરણ માટે પણ ખૂબ જ લાભકારી છે, લોકોને ક્વોલિટી ઓફ લિવિંગ ગુણવત્તાયુક્ત આપવા માટે આ વિચારણા કરાઈ હતી.
આ પણ વાંચોઃસાયકલ ટ્રેક પાછળ થયેલા ખર્ચના માધ્યમોમાં પ્રસારિત થયેલા અહેવાલને જૂનાગઢના મેયરે નકાર્યો
પોલીસ સાયકલ ઉપયોગ કરીને પેટ્રોલિંગ પણ કરે -તેઓએ વધુમાં જણાવ્યું હતું કે , સુરતમાં જે પબ્લિક બાઈ સાયકલિંગ શેરિંગ પ્રોજેક્ટ ટ્રેકિંગ હેઠળ અગિયાર સો જેટલી સાયકલ છે. જેમાં 1.60 લાખ લોકો રજિસ્ટ્રેશન કરી ચૂક્યા છે. આ સાથે સુરત પોલીસ સાયકલ ઉપયોગ કરીને પેટ્રોલિંગ પણ કરે છે. ધીમે ધીમે સાયકલનો ઉપયોગ વધારામાં વધારે થાય એ માટે સાયકલ ટ્રેક બનાવાયો છે. સાથે જ તેની પર લોકો સુંદર રીતે સાઈકલિંગ કરી શકે આ માટે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુરત શહેરમાં બનાવવામાં આવેલ છે. જેનો લોકો ઉત્સાહથી ઉપયોગ કરી રહ્યા છે.