- કેબલ બ્રિજના ઇન્સ્પેક્શન વિન્ડોના લોખંડના ફેમિંગ ચોરાઇ ગયા
- બ્રિજના કોંક્રિટના સ્ટ્રક્ટર તોડવાની ઘટના બની છે
- લાઇટ ચોરાતા પાલિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી
સુરત: રાજ્યના પહેલા કેબલ સ્ટેઇડ તાપીપુલની સલામતીમાં ગંભીર ક્ષતિ બહાર આવી છે. કેબલ બ્રિજ અન્ય પરંપરાગત બ્રિજ કરતા અલગ પ્રકારનું સ્ટ્રકચર હોવા છતાં તેની સુરક્ષા સાથે ચેડાં થઇ રહ્યા છે. કેબલ બ્રિજ સ્ટ્રક્યર દોરડા પર ટકેલું છે. કેબલ બિજને પકડીને ટકાવી રાખે તેવા પાર્ટની ચોરી થવા લાગી છે.
ત્રણ વર્ષમાં કેબલ સ્ટ્રકચરમાં ચોરી અને તોડફોડના બનાવ
અંધારામાં ચોર ટોળકી પિન કાપીને ફરાર થઈ ગયા હતા. કેબલ બ્રિજના ઇન્સ્પેક્શન વિન્ડોના લોખંડના ફેમિંગ ચોરાઇ ગયા છે. ઇસ્પેક્શન વિન્ડો પર ઉતરીને લોખંડના ઢાંકણા ચોરાઈ જાય ત્યાં સુધી પાલિકાને ખબર પડી ન હતી. સૌથી ગંભીર બાબતએ છે કે બ્રિજના કોંક્રિટના સ્ટ્રક્ટર તોડવાની ઘટના બની છે. કેબલ બિજના છેડાના ભાગમાં કોંક્રિટ તોડવામાં આવ્યું છે. કેબલ બિજના સ્ટ્રક્ટર સાથે ચેડાં કરતી સતત ત્રણ ઘટના બનતા પાલિકાની ઊંઘ હરામ થઇ ગઇ છે.