- કતારગામ દરવાજા પાસે આવેલો ફલાયઓવર બ્રિજ બનીને તૈયાર થઇ ગયો
- મહાનગરપાલિકા દ્વારા ઉદ્ઘાટનની રાહ જોવામાં આવી રહી હતી
- વિરોધ પક્ષ નેતા ધર્મેશ ભંડેરી દ્વારા અને AAP કાર્યકર્તાઓ દ્વારા બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો
સુરત :કતારગામ દરવાજા પાસે આવેલો ફલાયઓવર બ્રિજ આજે શનિવારે આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષ નેતા ધર્મેશ ભંડેરી સહિતના કાર્યકર્તાઓ દ્વારા આ બ્રિજ લોકો માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. ઘણા સમયથી આજે બ્રિજ બનીને તૈયાર થઇ ગયો હતો. પરંતુ આ બ્રિજનું ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકવા માટે રાહ જોવામાં આવતી હતી. બ્રિજ નીચે લોકોને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ જોઈને આજે સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી તેમના કાર્યકર્તાઓ સાથે બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : જામનગરમાં ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે 207 વૃક્ષ કપાશે