ગુજરાત

gujarat

ETV Bharat / state

કામરેજ તાલુકા પંચાયતના સભ્યના પતિનો વીડિયો વાઇરલ - વીડિયો વાઇરલ

સુરતઃ જિલ્લાના કામરેજ તાલુકા પંચાયતના એક મહિલા સભ્યના પતિનો વીડિઓ વાઈરલ થયો છે. મહિલા સભ્યએ દોઢ વર્ષ પહેલા રાજીનામું આપ્યું છતાં પ્રમુખ દ્વારા રાજીનામું સ્વીકારતું નથી અને વારંવાર મીટીંગના એજન્ડા મોકલી અપમાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપની ફરીયાદ જિલ્લા કલેકટર અને રાજ્યના વિકાસ કમિશ્નરને પણ કરી ચુક્યા છે.

સ્પોટ ફોટો

By

Published : Sep 26, 2019, 9:41 PM IST

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં એક વાઈરલ થયેલો વીડિયો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ વીડિયો અન્ય કોઈનો નહી પરંતુ કામરેજ તાલુકા પંચાયતના કઠોદરા -8 વિસ્તારના મહિલા સભ્ય દક્ષા બેન પટેલના પતિ જયંતીલાલનો છે. વીડિયોમાં જયંતિલાલ પહેલા તો સરકારને પોપા ભાઈનું રાજ કહી રહ્યા છે અને ત્યારબાદ પોતાની વ્યથા વર્ણવી રહ્યા છે. જયંતીલાલના પત્ની દક્ષા બહેને પોતાની પાસે સમયના અભાવ હોવાનું કારણ આપી 21/06/2018 દિવસે એકરાર નામાં સાથે રાજીનામુ તત્કાલીન પ્રમુખને આપ્યું હતું. જોકે ત્યારબાદ પણ મહિલા સભ્યને મીટીંગના એજન્ડા મોકલવામાં આવ્યા હતા અને મહિલાએ રાજીમાનું આપ્યું છતાં એજન્ડા મોકલી મહિલા સભ્યનું અપમાન કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

કામરેજ તાલુકા પંચાયતના સભ્યના પતિનો વીડિયો વાઇરલ

રાજીનામું આપનાર મહિલા સભ્ય દક્ષા બહેન અગાઉ ગામના સરપંચ તેમજ 5 વર્ષના જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચુક્યા છે અને ભાજપાના એક સક્રિય અને સીનીયર કાર્યકર છે. તાલુકા પંચાયતની ચુંટણી સમયે મહિલા સભ્યને પ્રમુખ બનાવવાના વચનો આપવામાં આવ્યા હતાં. પરંતુ, 2.5 વર્ષની ટર્મ પૂરી થતા અન્ય મહિલાને પ્રમુખ બનાવી દેતા સીનીયર હોવા છતાં પોતાની અવગણના થતા દક્ષા બહેન રાજીનામું આપવાનું કારણ જણાવ્યું હતું.

કામરેજ તાલુકા પંચાયત એટલે સુરત જિલ્લાની અતિ મહત્વની તાલુકા પંચાયત છે. કહી શકાય કે સુરત જિલ્લાના રાજકારણનું રીમોટ કંટ્રોલ કામરેજ તાલુકા પંચાયત છે. અહીંથી આખા જિલ્લાના રાજકારણની રણનીતિ નક્કી થાય છે ત્યારે, તાલુકા પંચાયતના સભ્ય અને તે પણ મહિલા સભ્ય રાજીનામું આપે એના જવાબ મોવડી મંડળને આપવા કદાચ અઘરા બને જેને કારણે કદાચ રાજીનામું નહિ સ્વીકારતું બની શકે, જોકે પંચાયત ધારાના નિયમ મુજબ તમે પ્રમુખને રાજીનામું આપો છો તો ત્યારથી જ રાજીનામું સ્વીકાર્ય હોઈ છે પરંતુ, તાલુકા પંચાયતના સભ્યો દર મીટીંગના એજન્ડા મોકલી સાબિત શું કરવા માગે છે જેનો જવાબ મહિલા સભ્યના પતિ માગી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details