ગુજરાત

gujarat

ETV Bharat / state

જેલમુકત થયેલાં અલ્પેશનું પાસ કાર્યકરો અને પરિવારજનો દ્વારા ભવ્ય સ્વાગત - supporters,

સુરતઃ રાજદ્રોહ કેસમાં શરતી જામીનનો ભંગ કર્યા બાદ અલ્પેશ કથીરિયાની સુરત પોલીસે ધરપકડ કરી હતી. સરથાણા અને વરાછા પોલીસ મથકમાં અધિકારીઓ જોડે ગેરવર્તણૂક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા હતા. જે બાદ તેની ધરપકડ કરી રાજદ્રોહના કેસમાં તેના જામીન રદ કરવામાં આવ્યા હતા. છેલ્લા સાડા પાંચ માસ જેલમાં રહેલાં અલ્પેશને હાઇકોર્ટમાંથી શરતી જામીન મળ્યા છે. શુક્રવારના રોજ જેલમુકત થયેલાં અલ્પેશનું તેના સમર્થકો અને પાસ કાર્યકરો  સહિત પરિવારજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

જેલમુકત થયેલાં અલ્પેશનું તેના સમર્થકો, પાસ કાર્યકરો અને પરિવારજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

By

Published : Aug 3, 2019, 12:34 AM IST

પાંચ મહિના બાદ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા શુક્રવારના રોજ શરતી જામીન પર લાજપોર જેલમાંથી બહાર આવ્યો હતો. ત્યારે પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી હતી. મહિનાઓ બાદ પુત્રને મળવાની ખુશી દર્શાવતાં પિતાએ જણાવ્યું હતું કે, "ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો હતો. જેનું પરિણામ આજે સામે છે."

જેલમુકત થયેલાં અલ્પેશનું પાસ કાર્યકરો અને પરિવારજનો દ્વારા ભવ્ય સ્વાગતજેલમુકત થયેલાં અલ્પેશનું પાસ કાર્યકરો અને પરિવારજનો દ્વારા ભવ્ય સ્વાગત
જેલમુક્ત થયેલા અલ્પેશ કાથીરિયાએ જણાવ્યું હતું કે, " મારાથી ભૂલ થઈ છે એ હું સ્વીકારું છું. પરંતુ જેલમાં રહીને ઘણું બંધુ શીખ્યો છું. જે આવનાર દિવસોમાં મને કામ લાગશે." હાર્દિક અને તેમના વચ્ચે કોઈ વિવાદ ન હોવાનું જણાવતા કહ્યું હતું કે ,"કોઇ પણ સમર્થકો વચ્ચે મન- મોટાવ હોઈ શકે પરંતુ અમારી વચ્ચે નથી. સરકાર દ્વારા યુવાનો પર જે ખોટા કેસો કરવામાં આવ્યા છે તે કેસો હટાવવામાં આવે તેવા પ્રયાસ પાસ સમિતિ કરશે."

આમ, રાજદ્રોહના ગુનામાં પાંચ મહિના જેલમાં રહ્યાં બાદ અલ્પેશ કથીરિયાને મહિનાઓ બાદ જોઇને પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી હતી. ત્યારે અલ્પેશ આ જેલની સજાને જીવનના એક અભ્યાસ સાથે સરખાવી ઘણું શીખ્યો હોવાનું અને તેનાથી તેની લડાઇ પહેલાં કરતાં પણ વધુ મજબૂત થઇ હોવાનું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details