20 શહીદ વીર જવાનોના પરિવારને જય જવાન નાગરિક સમિતિ એક લાખ અર્પણ કરશે
લદ્દાખમાં ભારત ચીન ઘર્ષણમાં 20 વીર જવાનો શહીદ થયા હતા. સમગ્ર દેશમાં તેના ઉંડા ઘા પડ્યા છે, ત્યારે સુરતના જય જવાન નાગરિક સમિતિ રુપિયા એક લાખ અર્પણ કરશે.
Surat News
સુરતઃ ચીન સરહદે લોહિયાળ ઘર્ષણમાં ભારતમાતાના વીર સપૂતોએ બલિદાન આપ્યું છે, તે ક્યારે ભૂલી શકાય નહીં. ભારત ભૂમિના રક્ષણ માટે પ્રાણની આહુતિ આપનારા બહાદુર વીર જવાનોને સુરતની જય જવાન નાગરિક સમિતિએ વિરાંજલી પાઠવીને શહીદ જવાનોના પરિવારોને રૂપિયા એક લાખ અર્પણ કરવાની જાહેરાત કરી છે.