ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને આજે થયો એક માસ પૂર્ણ, અમુક દુકાનો થઈ શરૂ

સુરત: તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને સોમવારે એક માસ પૂર્ણ થયો છે. સમગ્ર દેશને હચમચાવી દેનાર આ ઘટના લોકો ભુલી શકે તેમ નથી. ત્યારે ઘટનાના એક માસ બાદ સોમવારે તક્ષશિલા આરકેડમાં કેટલીક દુકાનો પણ શરૂ થઈ ગઈ છે. જો કે આરકેડમાં આજે પણ બાળકોની ચિસો અને ચિચિયારીઓ લોકો ભૂલી શક્યા નથી.

Surat

By

Published : Jun 24, 2019, 2:40 PM IST

સમગ્ર રાજ્ય અને દેશભરમાં હચમચાવનાર સુરત સરથાણા તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને સોમવારે એક માસ પૂર્ણ થયો છે. બાવીસ જેટલા માસૂમ વિધાર્થીઓએ આ ઘટનામાં તંત્ર અને બિલ્ડરના પાપે પોતાના જીવ ગુમાવ્યા છે. ઘટનાને સોમવારે એક માસ પૂર્ણ થયો છે, ત્યારે લોકો આ ઘટનાને ભૂલી શકે તેમ નથી. અહીંના લોકો ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી રહ્યા છે. તો કેટલાક લોકો તંત્ર સામે ગંભીર આરોપો મૂકી રહ્યા છે.

તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને આજે થયો એક માસ પૂર્ણ

DGVCL અને સુરત મહાનગરપાલિકા સહિત ફાયર વિભાગના અધિકારીઓના પાપે તક્ષશિલા અગ્નિકાંડ સર્જાયો. જ્યાં ન્યાય માટે આજે પણ બાવીસ મૃતક વિધાર્થીઓનો પરિવાર ઝઝૂમી રહ્યા છે. તક્ષશિલા આરકેડ બહાર માસૂમ વિધાર્થીઓની યાદ આજે પણ કાયમ જોવા મળી રહી છે. અહીં બાવીસ મૃતક વિધાર્થીઓની ઝાંખી મુકવામાં આવી છે. તક્ષશિલા આરકેડ બહાર લાગેલા ફોટોમાં મૃતક વિધાર્થીઓની યાદ આજે પણ કાયમ રાખવામાં આવી છે. ઘટનામાં તંત્રના જવાબદાર અધિકારીઓને કડકથી કડક સજા થાય તેવી માંગ આજે પણ અહીંના લોકો કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details