ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં પતિએ ફોન ઉપર આપ્યા તલાક, કાનૂન લાવ્યા બાદ સુરતમાં પહેલો કેસ દાખલ

સુરત : કેન્દ્ર સરકાર દ્વારા ત્રિપલ તલાક કાનૂન લાવ્યા બાદ સુરતમાં પહેલીવાર આ કાયદા અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફોન પર પત્નીને નજીવી બાબતે ત્રણ વાર તલાક બોલીને છૂટાછેડા આપનાર સામે સુરતના રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. રાંદેર પોલીસે ધી મુસ્લિમ વુમન પ્રોટેકશન ઓફ રાઈટ ઓન મેરેજ એક્ટ 2019ની કલમ હેઠળ ફરિયાદ નોંધી આરોપી પતિની શોધખોળ શરૂ કરી છે.

સ્પોટ ફોટો

By

Published : Aug 23, 2019, 7:10 AM IST

Updated : Aug 23, 2019, 9:31 AM IST

આઠ માસના બાળકની માતાને તેના પતિએ ફોન ઉપર ત્રણ વાર તલાક બોલી છૂટાછેડા આપી દીધા બાદ પતિ દ્વારા કરવામાં આવેલા અન્યાય વિરુદ્ધ પત્નીએ કેન્દ્ર સરકાર દ્વારા નવા બનેલા કાયદા મુજબ સજા અપાવવાનો નિર્ણય કર્યો અને સુરતના રાંદેર પોલીસ મથકમાં પહોંચી તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સુરતમાં પ્રથમ વાર મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઈટ ઓન મેરેજ એક્ટ 2019 હેઠળ ત્રીપલ તલાક મુદ્દે ફરિયાદ નોંધવામાં આવી છે.

સુરતમાં પતિએ ફોન ઉપર આપ્યા તલાક

પીડિતાનો આરોપ છે કે તેના લગ્ન વર્ષ 2017માં મોહમ્મદ વસીમ અશરફ ખાન પઠાણ સાથે થયા હતા, લગ્નના થોડા દિવસ બાદથી જ પતિ અને સાસુ દ્વારા તેમને માનસિક અને શારીરિક યાતનાઓ આપવાનું શરૂ કર્યું હતુ. જ્યારે તે ગર્ભવતી બની હતી ત્યારે પણ તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવતુ હતુ પીડીત મહિલાને તેના માતા-પિતાના ઘરે જવાની પરવાનગી પણ આપવામાં આવતી નહોતી. ફરિયાદીની માસી મોરેશિયસ જવાના હોય જેથી તેઓને મળવા ફરિયાદી તેમના ઘરે ગઈ હતી જેનાથી નારાજ પતિએ હિન્દીમાં તેને ત્રણ વાર તલાક બોલી છૂટાછેડા આપી દીધા હતી.

પતિના ગેરવર્તન અને અમાનવીય કૃત્ય બાદ તેને નવા કાયદા મુજબ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અને જણાવ્યુ હતુ કે, નાની-નાની બાબતોમાં પતિ દ્વારા તલાક આપી દેવામાં આવે છે. તે ખૂબ જ નિંદનીય ઘટના છે અને નવો કાયદો બનાવવા માટે સરકારનો આભાર માન્યો હતો.

Last Updated : Aug 23, 2019, 9:31 AM IST

ABOUT THE AUTHOR

...view details