- ઘરમાંથી દંપતીની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી
- બંનેના મોતનું કારણ જાણવા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું
- દંપતી અંદાજીત 2 મહિના પહેલા ત્યાં રહેવા આવ્યું હતું
સુરત : પાંડેસરા વીસ્તારમાં આવેલા જય અંબે નગરના ઘરમાં 2 થી 3 દિવસથી ખુબ જ દુર્ગંધ આવતી હતી. પાડોશીઓએ આ મામલે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ(surat police station) કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે દરવાજો તોડી અંદર જઈને તપાસ કરતા દંપતીની કોહવાયેલી હાલતમાં લાશ(couple murder case in surat) જોવા મળી હતી. જેમાં પતિ ફાંસો ખાધેલી હાલતમાં તો પત્ની જમીન પર પડેલી હાલતમાં જોવા મળી હતી. પોલીસે ઘરમાં તપાસ કરતા ત્યાંથી આધાર કાર્ડ મળી આવ્યું જેમાં બન્નેની ઓળખ થઇ હતી. જેમાં મૃતક બિહારના સિતામઢીના વતની રંજીત સુરેન્દ્ર શાહ અને મહિલાની ઓળખ સુશીલાકુમારી તરીકે થઇ હતી. પોલીસે પાડોશીઓની પૂછપરછ કરતા દંપતી અંદાજીત 2 મહિના પહેલા ત્યાં રહેવા આવ્યું છે તેવું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત બન્નેનું મોત(Death of the couple in surat) 2થી 3 દિવસ પહેલા થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
મૃતક પતિ સામે હત્યાનો ગુનો નોંધ્યો