ગુજરાત

gujarat

ETV Bharat / state

માંગરોલના બણભા ડુંગરે દશેરાનો ઐતિહાસિક મેળો, કેબિનેટ પ્રધાને કર્યા દર્શન

સુરત: માંગરોલ તાલુકાના ઐતિહાસિક બણભા ડુંગરે દશેરાના દિવસે ભરાતા મેળામાં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ બણભા દાદાના દર્શને ઉમટી પડ્યા હતા. આ સાથે માંગરોલના સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ પ્રધાન એવા ગણપત વસાવાએ પણ બણભા દાદાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.

Latest news of Mangrol

By

Published : Oct 8, 2019, 8:33 PM IST

સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના સણધરા રતોરી અને ઓગણીસા ગામની વચ્ચે આવેલા બણભા ડુંગર જે ત્યાંની સ્થાનિક આદિવાસી પ્રજા માટે એક આસ્થાનું સ્થાન છે. ખાસ કરીને વર્ષોથી દશેરાના દિવસે અહીં મેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં અહીં માનવ મહેરામણ દેવદર્શને અને મેળાની મજા માણવા ઉમટી પડ્યા હતા. ચાલુ વર્ષે ગુજરાત સરકાર દ્વારા આ બણભા ડુંગરને 5 કારોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવ્યું છે.

માંગરોલના બણભા ડુંગરે દશેરાનો ઐતિહાસિક મેળો, કેબિનેટ પ્રધાને કર્યા દર્શન

મંગળવારે દશેરાના દિવસે સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત સરકારના વનવિભાગ, મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન ગણપત વસાવાએ બણભા દાદાના દર્શન કર્યા હતા. બણભા ડુંગરને સરકાર દ્વારા પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરાતા આ એક ધાર્મિક સ્થળની સાથે સાથે કુદરતની સોળેકળાઓ ખીલી ઉઠતી હોય છે અને આ બણભા દાદા સાથે આદિવાસી લોકોની આસ્થા જોડાયેલી છે. અહીં કોઈ પણ મનોકામના માગવામાં આવે તો બણભા દાદા તેઓની દરેક મનોકામનાઓ અચૂક પૂર્ણ કરતા હોય છે.

માંગરોલ તાલુકો એટલે જંગલથી ઘેરાયેલો વિસ્તાર અને તેમાં પણ સરકાર દ્વારા પ્રવાસન સ્થળ તરીકે બણભા ડુંગરને વિકસાવવામાં આવતું હોય તો સહેલાણીઓ મોટી સંખ્યામાં દેવ દર્શને તેમજ સૌંદર્યની મજા માણવા આવશે. તે ઉપરાંત સ્થાનિક આદિવાસીઓ માટે અચૂક આ એક રોજગારીની તક પણ ઉભી થઇ છે.

ABOUT THE AUTHOR

...view details