ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં રેડ કરવા ગયેલા GST અધિકારીને વેપારીએ બચકું ભર્યું - સુરત સેન્ટ્રલ GST અધિકારી

સુરતમાં રેડ કરવા ગયેલા GST અધિકારીને વેપારીએ બચકું ભરી લીધું હતું. આ અજીબોગરીબ ઘટના બાદ અધિકારી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સારવાર લીધી હતી. જ્યારે અધિકારીના જમણા હાથના કાંડા પર કરડવાનું નિશાન જોઈ ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા. જોકે, ઘટનાસ્થળેથી આરોપીને GSTના અધિકારીઓ અને કર્મચારીઓ ઊંચકીને લઈ જઈ રહ્યાં છે, તે વીડિયો પણ હાલ સામે આવ્યો છે.

સુરત : રેડ કરવા ગયેલા જીએસટી અધિકારીને વેપારીએ બચકું ભરી લીધું
સુરત : રેડ કરવા ગયેલા જીએસટી અધિકારીને વેપારીએ બચકું ભરી લીધું

By

Published : Dec 24, 2020, 11:32 AM IST

Updated : Dec 24, 2020, 12:04 PM IST

  • સુરતમાં અજાબોગરીબ ઘટના આવી સામે
  • રેડ કરવા ગયેલા અધિકારીને વેપારીએ બચકું ભર્યું
  • અધિકારીને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા

સુરત : સેન્ટ્રલ GST અધિકારી અમિત શર્મા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચોકબજાર વિસ્તારમાં રેડ કરવા ગયા હતા. પૂછપરછમાં સહયોગ નહીં આપનાર વેપારી સાથે બોલાચાલી થઈ અને અચાનક જ વેપારીએ હાથ પર બચકું ભરી લીધું હતું. આ જોઈ અન્ય અધિકારી અને કર્મચારીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આ કૃત્ય બાદ જીએસટીના અન્ય કર્મચારીઓ વેપારીના હાથ પગ ઊંચકી કારમાં લઇ ગયા હતા.

સુરતમાં રેડ કરવા ગયેલા GST અધિકારીને વેપારીએ બચકું ભર્યું
અમિત શર્માએ મીડિયામાં કશું પણ બોલવા કર્યો ઈન્કાર
સૂફીયાન મહોમ્મદ નામના વેપારીએ બચકું ભરી જીએસટી અધિકારી અમિત શર્માને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચ્યા હતા. જોકે, આ સમગ્ર મામલે અમિત શર્માએ મીડિયામાં કશું પણ બોલવા ઈન્કાર કર્યો હતો. જ્યારે તેમના જમણા હાથના કાંડા પર નિશાન સાફ જોઈ શકાતું હતું. અમિત શર્માએ સિવિલ હોસ્પિટલમાં MLC કેસ સાથે સારવાર લીધી હતી. જોકે, આરોપી ઉપર ફરજમાં રુકાવટનો કેસ પણ થઈ શકે છે.
Last Updated : Dec 24, 2020, 12:04 PM IST

ABOUT THE AUTHOR

...view details