સુરત : આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે છે. આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની પત્રકાર પરિષદમાં મ્યુનિસીપલ કમિશનર બંછાનિધિ પાની, ગુજરાત રાજ્યના આરોગ્ય અધિકારી સહિત સુરત મ્યુનિસીપલના આરોગ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. આ તકે જયંતિ રવિએ જણાવ્યું હતું કે મેડિકલ અને પેરામેડિકલની પરીક્ષાઓ માટે સરકાર એક અઠવાડિયાની અંદર તારીખો જાહેર કરશે.
મેડિકલ અને પેરામેડિકલની પરીક્ષાઓ માટે સરકાર અઠવાડિયાની અંદર તારીખો જાહેર કરશે : જયંતિ રવિ - government will announce the dates for the exams within a week
આરોગ્ય અગ્રસચિવ સુરતની મુલાકાતે છે, ત્યારે સચિવે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી.
પત્રકાર પરિષદ દરમિયાન આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવીએ વધુમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલની સ્ટેમસેલ બિલ્ડીંગનું કામ પુરજોશમાં છે. બિલ્ડીંગ ખાતાના અધિકારી આજે ગુરુવારે સુરત મુલાકાતે આવવાના છે. જ્યાં તેમની સાથે ચર્ચા કરવામાં આવશે. દરેક ઘરના લોકોને કોઈ સીંટમ્સ હોય તો ધન્વંતરી રથ તરફ લઈ જવામાં આવશે. જો કોઈને કોરોના અંગે શંકા હોય તો 104નો સંપર્ક કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
જયંતિ રવિએ પલ્સ ઓક્ઝિમિટર વસાવવા લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, સિવિલમાં 650 બેડમાં 180 આઇસિયુની સુવિધા કરવાની તૈયારી છે. અલગ-અલગ ઝોનમાં વીડીયો કોન્ફરન્સ દ્વારા મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં 50થી વધુ એનજીઓ કામગીરીમાં જોડાવવા આગળ આવ્યા છે. એક બે સમાજે આઇસોલેશન વોર્ડ ઉપલબ્ધ કરાવવા આગળ આવ્યા છે. જો કોઈ દર્દી ખાનગી હોસ્પિટલમાં જવા માંગતા હોય તે માટે લિંક પણ કરવામાં આવ્યું છે.