ગુજરાત

gujarat

ETV Bharat / state

Gold Sumling Case : એરપોર્ટ વોશરૂમમાં મુકાયેલ ચાર કિલો ગોલ્ડ પરાગ દવે કોને આપવાનો હતો? કોણ છે સલમાન જેને સુરત એરપોર્ટ પર 44 કિલો ગોલ્ડ મોકલ્યું - ETVBharatGujarat Surat Gold DRI

ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 44 કિલો ગોલ્ડ સ્મગલિંગ કેસમાં જાણકારી મળી છે કે ત્રણેય હેન્ડલર ફ્લાઇટથી જે ગોલ્ડ લઈને આવ્યા હતા, તે ગોલ્ડ મુંબઈ મોકલવામાં આવનાર હતું. દુબઈના સલમાન નામના ઇસમે આ ફ્લાઈટમાં ગોલ્ડ મોકલ્યું હતું. એટલું જ નહીં આ ગોલ્ડ માંથી 20 જેટલા પેકેટ આરોપી ઈમિગ્રેશનના સસ્પેન્ડેડ પીએસઆઇ પરાગ દવેને આ લોકોએ આપવાના હતા અને આ 20 પેકેટ ગોલ્ડ પરાગ દવે આ સ્મગલિંગ કેસના ભેજાબાદને આપવાનો હતો. ડીઆરઆઈ માની રહી છે કે જે ચાર કિલો ગોલ્ડ એરપોર્ટ વોશરૂમ થી મળી આવ્યું છે તે હેન્ડલર દ્વારા પરાગ દવેને આપવામાં આવ્યું હતું.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 17, 2023, 10:42 PM IST

સુરત : 44 કિલો ગોલ્ડની દાણચોરી ઘટનામાં એક બાદ એક ગંભીર ખુલાસા થઈ રહ્યા છે. દુબઈ શારજહાની ફ્લાઇટથી સુરત આવેલા ગોલ્ડ સ્મગલિંગના હેન્ડલર આરોપી ઉવેશ ઈમ્તિયાઝ શેખ, આતશબાજીવાલા મોહમ્મદ સાકિબ મુસ્તાક અહમદ અને યાસિર શેખ નામના મુસાફરો પાસેથી ડીઆરઆઈએ 40 કિલો સ્મગલિંગના ગોલ્ડ જપ્ત કર્યું હતું. આ કેસમાં ડીઆરઆઈ એ ઇમિગ્રેશન વિભાગના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરાગ દવેની પણ ધરપકડ કરી હતી. ત્યારે આ ઉપરાંત ડીઆરઆઈ ને એરપોર્ટના વોશરૂમમાંથી પણ ચાર કિલો ગોલ્ડ મળી આવ્યું હતું.

ચાર કિલો ગોલ્ડ પરાગ દવેને આપ્યું હતું :ડીઆરઆઈ ના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ત્રણેય હેન્ડલર જે પેસ્ટ ફોર્મમાં ગોલ્ડ લાવ્યા હતા તે જ પેસ્ટ ફોર્મમાં ચાર કિલો ગોલ્ડ એરપોર્ટના વોશરૂમ માંથી મળી આવ્યા હતા. જેથી ડીઆરઆઈ ના અધિકારીઓ માની રહ્યા છે કે આ હેન્ડલર જે કંસાઇનમેન્ટ એરપોર્ટ પર લાવ્યા હતા, તેમાંથી જ 20 પેકેટ એટલે ચાર કિલો ગોલ્ડ પરાગ દવેને આપવામાં આવ્યા હતા. વીડિયો કોલ પર પરાગ દવે સાથે ગોલ્ડ મોકલનારની વાતચીત કરાવવામાં આવી હતી અને હેન્ડલર આ ચાર કિલો ગોલ્ડ પરાગ દવેને આપ્યું હતું. ડીઆરઆઈ માની રહી છે કે આ ચાર કિલો ગોલ્ડ પરાગ દવે સુરતના કોઈ મોટા વગદાર વ્યક્તિને આપવાનો હતો. જે અંગે તે પૂછપરછ ચાલી રહી છે.

ગોલ્ડ પરાગ દવે કોને આપવાનો હતો :પરાગ દવે ડીઆરઆઈ ને કોઈપણ પ્રકારનો સહયોગ કરી રહ્યો નહોતો. ડીઆરઆઈ જે પણ પ્રશ્ન પરાગ દવેને કરી રહી હતી, તેને કોઇ પણ સીધી રીતે તે જવાબ આપી રહ્યો નહોતો. તે કોઈ પણ પ્રકારે એ જણાવવા માંગી રહ્યો નહોતો કે આ ગોલ્ડ માટે તેને વીડિયો કોન્ફરન્સથી કોની સાથે વાતચીત કરી હતી. સુરતમાં તે ચાર કિલો ગોલ્ડ એટલે 20 પેકેટ ગોલ્ડ કોને આપવાનો હતો જો કે તેના મોબાઈલ ફોન અને તેને જે સીમકાર્ડ રસ્તા ઉપર ફેંકી દીધો છે તેના આધારે પરાગ દવેના આકા સુધી પહોંચવાનો પ્રયાસ ડીઆરઆઈ કરી રહી છે. જોકે ડીઆરઆઈ ની ટીમ એરપોર્ટ પર છે તે જાણીને પરાગ દવે બહાનું કાઢી ગોલ્ડ એરપોર્ટ પર જ છોડીને નાસી ગયો હતો.

દુબઈના સલમાન નામના વ્યક્તિએ ગોલ્ડ મોકલ્યું : ડીઆરઆઈને જાણકારી મળી છે કે, દુબઈમાં જ સલમાન નામનો વ્યક્તિ જ સુરત એરપોર્ટ પર 44 કિલો ગોલ્ડ મોકલનાર વ્યક્તિ છે. આ સલમાન કોણ છે તે અંગેની જાણકારી ડીઆરઆઈ પરાગ દવે અને ત્રણેય હેન્ડલરના મોબાઈલ ફોનની તપાસથી મેળવી રહી છે. ખાસ કરીને ત્રણેય હેન્ડલરના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને તેમના કોલ લીસ્ટના પ્રમાણે તપાસ હાથ ધરવામાં આવી છે.

40 કિલો ગોલ્ડ મુંબઈ મોકલવામાં આવનાર હતું :ડીઆરઆઈ ને આ પણ જાણકારી મળી છે કે, આજે કંસાઇનમેન્ટ ગોલ્ડ સ્મગલિંગ થકી સુરતમાં એરપોર્ટ પર મોકલવામાં આવ્યું હતું તે 40 kg ગોલ્ડ સુરત થી મુંબઈ મોકલવામાં આવનારું હતું. સુરતથી ગોલ્ડ સ્મગલિંગનો કંસાઇનમેન્ટ મુંબઈ કોને મોકલવામાં આવનાર હતું તે અંગેની પણ તપાસ ડીઆરઆઇએ શરૂ કરી દીધી છે.

દક્ષિણ ગુજરાત અને મુંબઈનો હવાલા કારોબારી સામેલ :ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ગોલ્ડ મોકલનાર સલમાનની ઓળખ આમ તો ડીઆરઆઈ ને થઈ ગઈ છે. પરતું સુરતથી આ નેટવર્ક ચલાવનાર અને પરાગ દવેનો આકા સુધી પહોંચવાનો પ્રયાસ ડીઆરઆઈ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સૌથી અગત્યની વાત છે કે ગોલ્ડ મોકલનાર સલમાનને સુરત અને મુંબઈથી હવાલા થકી ગોલ્ડની કિંમત મોકલવામાં આવતી હતી. દક્ષિણ ગુજરાત અને મુંબઈનો આ હવાલા કારોબારી કોણ છે તે અંગેની પણ તપાસ ડી આર આઈ દ્વારા કરવામાં આવી રહી છે.

પરાગ દવે જામીન અરજી કોર્ટમાં મૂકી :પરાગ દવેના વકીલ તેજસ મહેતા દ્વારા આજે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં પરાગ દવેની જામીન અરજી કરવામાં આવી છે. તેની સુનાવણી 24 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે. બીજી બાજુ આ કેસમાં અન્ય જે ત્રણ હેન્ડલર આરોપીઓ છે તેમની પણ જામીન અરજી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

  1. Gold Smuggling Case: ઇમિગ્રેશન PSI પરાગ દવે જેલભેગા, IT- ક્રાઈમબ્રાંચ મેદાને ઊતારતા તપાસનો ધમધમાટ શરૂ
  2. Surat gold smuggling case : સોનાની દાણચોરી કેસમાં આરોપી PSI પરાગ દવે કોણે બચાવવા માટે પોતાનું સીમકાર્ડ રસ્તા ઉપર ફેંકી દીધું, જાણો સમગ્ર વિગત

ABOUT THE AUTHOR

...view details