કેદારેશ્વર મહાદેવ મંદિરનું પ્રાગટ્ય 700 વર્ષ પૂર્વે છે તેમ કહેવાય છે. આ મંદિરની સાથે દક્ષિણ ગુજરાતના સુરતમાં કાંતારેશ્વર મહાદેવ, કપિલેશ્વર, બાલપુરનું કદમેશ્વર, કણકેસ્વર અને કેદારેશ્વર મહાદેવ આમ પાંચ મહાદેવને પાંચ ભાઈઓની પણ ઉપમા અપાઈ છે. તેમજ ત્યાં રહેલા વર્ષો જૂના ચરુને પણ સાક્ષાત શિવ નું સ્વરૂપ માનવામાં આવે છે. અને ચારેય ચરુ એક પછી એક મંદિરમાંથી અદ્રશ્ય થયાં હતાં. અને એ ક્યાં ગયા એ આજે પણ એક રાહદય છે.
જાણોઃ બારડોલીનું પૌરાણિક કેદારેશ્વર મહાદેવનો મહિમા
બારડોલીઃ પરમાત્માને પામવાનું કેન્દ્ર એટલે મંદિર. શ્રાવણ માસમાં ભગવાન શિવનો અનોખો મહિમા છે. બારડોલી નજીક મીંઢોળી નદીના કિનારે આવેલું અને 700 વર્ષ પુરાણું કેદારેશ્વર મહાદેવનું મંદિર શિવ ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં મંદિરોનું વિશેષ મહત્વ દર્શાવાયું છે. અહીં બિરાજમાન શિવજીનું પ્રાગટ્ય રહસ્યમય સંજોગોમાં થયું હોવાનું કહેવાયું છે. મંદિરના પૂજારીએ જણાવ્યું કે...
બારડોલીનું પૌરાણિક કેદારેશ્વર મહાદેવ
કેદારેશ્વર મહાદેવના દર્શને ભક્તો પગપાળા પણ આવે છે. ઐતિહાસિક રીતે વાત કરીએ તો છત્રપતિ શિવાજી મહારાજ પણ જ્યારે સુરત પર ચડાઈ કરવા જતાં ત્યારે આ મંદિરે ધજા ચડાવીને જતા હોવાનું પણ કહેવાય છે. ખાસ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ ભકતો અહીં આવી કેદારેશ્વર મહાદેવની માનતા લે છે અને કેદાર દાદા દરેકની મનોકામના પુર્ણ પણ કરે છે.