ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલીના મઢી નજીક થયેલી યુવતીની હત્યા તેના પ્રેમીએ જ કરી હતી

બારડોલી તાલુકાના મઢી ગામ નજીક એક ખેતરમાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવવાની ઘટનાનો ભેદ વલસાડ જિલ્લા પોલીસે ઉકેલી કાઢ્યો છે. યુવતી ધરમપુર તાલુકાના કરંજવેલી ગામની મનીષા ચૌહાણ તરીકે થઈ હતી અને તેણીની હત્યા તેના પ્રેમીએ જ કરી હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. વલસાડ પોલીસે આરોપીની અટક કરી તેનો કબ્જો બારડોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

બારડોલીના મઢી નજીક થયેલી યુવતીની હત્યા તેના પ્રેમીએ જ કરી હતી
બારડોલીના મઢી નજીક થયેલી યુવતીની હત્યા તેના પ્રેમીએ જ કરી હતી

By

Published : Mar 18, 2021, 9:46 PM IST

  • ધરમપુરના કરંજવેરીની યુવતી ગુમ થઈ હતી
  • માતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવતા ધરમપુર પોલીસે શોધખોળ શરૂ કરી હતી
  • બારડોલીમાંથી યુવતીનો મૃતદેહ મનીષાનો હોવાનું સામે આવતા પોલીસે તેના પ્રેમીની પૂછપરછ શરૂ કરી હતી

સુરત: બારડોલી તાલુકાના મઢી ગામ નજીક કાંટીફળિયાના શેરડીના ખેતરમાંથી 26 જાન્યુઆરીના રોજ અજાણી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ હત્યાનો ભેદ વલસાડ જિલ્લા પોલીસે ઉકેલી કાઢ્યો છે. મૃતદેહ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાનાં કરંજવેરી ગામથી ગુમ થયેલી યુવતીનો હોવાની ઓળખ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રેમીએ જ તેની હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું.

26 જાન્યુઆરીના રોજ મળ્યો હતો મૃતદેહ

26 જાન્યુઆરીના રોજ બારડોલી તાલુકાનાં મઢી ગામ નજીક આવેલા કાંટી ફળિયાની સીમમાં આવેલા રાજુભાઈ ચૌધરીના શેરડીના ખેતરમાં પાણીની નીકમાંથી એક અજાણી યુવતીનો મૃતદેહ મળ્યો હતો. આ યુવતીનું માથું પથ્થરથી છૂંદી કાઢી પથ્થર પણ બાજુમાં જ ફેંકી દઈ હત્યારો નાસી છૂટ્યો હતો, પરંતુ યુવતીની ઓળખ નહીં થતાં હત્યારાનું પગેરું શોધવાનું મુશ્કેલ બન્યું હતું.

આ પણ વાંચોઃ જેતલસર ગામમાં પ્રેમસંબંધ મુદ્દે યુવકે છરીના ઘા મારી સગીરાની કરી હત્યા

ધરમપુરથી ગુમ યુવતીનો મૃતદેહ હોવાની ઓળખ થઈ

આ દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કરંજવેરી ગામના માલધર ફળિયામાં રહેતી મનીષા બાવનભાઈ ચૌહાણ ગુમ થતાં તેમની માતાએ ધરમપુર પોલીસ મથકમાં 24 જાન્યુઆરી 2021ના રોજ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ દરમિયાન બારડોલી પોલીસ સ્ટેશની હદમાં અજાણી યુવતીનો મૃતદેહ મળી હોવાની જાણ થતાં પોલીસે ફોટોગ્રાફ્સ મંગાવી ઓળખ કરતાં તે મનીષા હોવાની હકીકત સામે આવી હતી.

મૃતક યુવતી

પ્રેમીએ જ કરી હતી હત્યા

મનીષાની હત્યા થઈ હોય બારડોલી ઉપરાંત ધરમપુર પોલીસે પણ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ધરમપુર પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે યુવતીની જતાં વાલોડ તાલુકાના ધામોદલા ગામે રહેતા તેના પ્રેમી જયદ્રપકુમાર સુધીર ચૌધરીએ કરી છે. જે બાતમીના આધારે પોલીસે જયદ્રપની અટક કરી સઘન પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને મનીષાની હત્યા પોતે જ કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. વલસાડ પોલીસે જયદ્રપની ધરપકડ કરી આરોપીનો કબ્જો બારડોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

જયદ્રપ જે કૉલેજમાં ભણાવતો તે કૉલેજમાં મનીષા વિદ્યાર્થિની હતી

વર્ષ 2019માં જયદ્રપ સિપેટ (સેંટ્રલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પ્લાસ્ટિક એન્જીનિયરીંગ એન્ડ ટેકનૉલોજી)માં ટ્રેનર તરીકે ફરજ બજાવતો હતો. આ સમયે મનીષા કૉલેજમાં વિદ્યાર્થિની તરીકે આવતી હતી. આ સમય દરમિયાન બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને લગ્ન કરવાનું પણ વિચાર્યું હતું. જો કે, જયદ્રપ જ્યારે કૉલેજમાં ક્લાસ લેતો હોય ત્યારે પણ મનીષા ક્લાસમાં આવી સ્ટાફ સામે પણ પ્રેમ સંબંધ બાબતે જેમ તેમ વર્તન કરતી હતી. જેથી જયદ્રપની સ્વમાન ઘવાતું હોય તેમણે કૉલેજમાંથી રાજીનામું આપી દીધું હતું અને ગામ જઈને વ્યારામાં માર્કેટિંગનો વ્યવસાય ચાલુ કર્યો હતો.

આ પણ વાંચોઃ દિલ્હીથી અપહરણ થયેલી 9 વર્ષીય બાળકીનો મૃતદેહ UPમાંથી મળ્યો, 4 આરોપીની ધરપકડ

બન્ને સાથે ઝેર પી જઈએ એમ કહી મનીષાને ઝેર આપી ગળું દબાવી દીધું

24 જાન્યુઆરી 2021ના રોજ મનીષાએ જયદ્રપને ફોન કર્યો હતો અને પોતે ઘરે કંટાળી ગઈ હોવાનું જણાવી વાંસદા મળવા માટે બોલાવ્યો હતો. જયદ્રપ તે જ દિવસે વાંસદા આવી તેણીને સમજાવ્યા બાદ તેની મિત્રના ઘરે રાત્રિ રોકાણ કરવા જણાવી તે પરત ધામોદલા ફર્યો હતો. આ દરમિયાન બીજા દિવસે જયદ્રપ ઝેરી દવા લઈને મોપેડ પર વાંસદા ગયો હતો અને ગેસ્ટ હાઉસમાં 2 કલાક રોકાયા બાદ મનીષાને સમજાવી હતી, પરંતુ તેણીએ જયદ્રપ સાથે આવવા માટે જીદ પકડી હતી. જેથી તે વાંસદાથી તેણીને મોપેડ પર બેસાડી વ્યારા તરફ જતાં હતા. આ સમયે બાજીપુરા નજીક બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી આરોપીએ કાંટીફળિયાના એક શેરડીના ખેતર પાસે સૂમસામ જગ્યા પર મોપેડ ઊભું રાખી બન્ને જણા ઝેરી દવા પી જઈએ એમ કહી પહેલા મનીષાને ઝેર પીવડાવી દીધું હતું. મનીષા બેભાન થઈ જમીન પર ઢળી પડતાં જયદ્રપે તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. બાદમાં ઓળખ છુપાવવા માટે બાજુમાં પડેલા પથ્થરથી ચહેરો છૂંદી નાખી મૃતદેહને નહેરના પાણીમાં નાખી એક્ટિવા લઈને નાસી છૂટ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details