ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત મેટ્રો રેલવે પ્રોજેક્ટ માટે હવે ફ્રાન્સની એજન્સી રૂપિયા 2,211 કરોડ રૂપિયાની કરશે સહાય

સુરત શહેરને મેટ્રો શહેર બનાવવા માટેના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સમાન મેટ્રો રેલવે પ્રોજેક્ટ માટે હવે ફ્રાન્સની એજન્સીએ રૂપિયા 2,211 કરોડ રૂપિયાનું ભંડોળ આપવાનો નિર્ણય કર્યો છે. થોડા સમય પહેલાં ફ્રાંસના અધિકારીઓ દ્વારા સુરતના સૂચિત મેટ્રો રેલવે પ્રોજેક્ટ માટે મુલાકાત લેવામાં આવી હતી. ભારતમાં ફ્રાન્સના રાજદૂતે દ્વારા એવી જાણકારી આપવામાં આવી હતી કે, આ ભંડોળ મળતા જ મેટ્રો રેલવે બનાવવા માટેની નાણાકીય મોટી સહાય ઉપલબ્ધ થવા પામી છે.

મેટ્રો પ્રોજેક્ટ
મેટ્રો પ્રોજેક્ટ

By

Published : Jan 29, 2021, 2:01 PM IST

  • સુરત શહેરમાં બે રુટમાં મેટ્રો શરુ થશે
  • ફ્રાન્સની ડેવલોપમેન્ટ એજન્સી MOU કરશે
  • મેટ્રો રેલને 2,211 કરોડ રુપિયાની સહાય

સુરત : સુરત શહેરમાં બે રૂટ પર મેટ્રો રેલવે તૈયાર થનાર છે. જેમાં એક રૂટ સરથાણાથી ડ્રીમસીટીનો રહેશે. જે 21.61 કિમીનો છે. જ્યારે બીજો રૂટ ભેસાણ થી સરોલી રહેશે. જે 18.75 કિમીનો બનશે. સરથાણાથી ડ્રીમ સીટીનો રૂટ અંડરગ્રાઉન્ડ તેમજ એલિવેટેડ રહેશે. જ્યારે ભેસાણ થી સરોલી નો પણ રૂટ એલિવેટેડ રહેશે. પ્રથમ ડ્રીમ સીટીથી રૂટ માટે ટેન્ડરિંગ કરી દેવામાં આવ્યા છે અને ખાતમુહૂર્ત સાથે કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

મેટ્રોની કામગીરી વધુ ઝડપી બનશે

સુરત મેટ્રો રેલવે માટે કેન્દ્રના નાણાં મંત્રાલય અને ફ્રાન્સ ડેવલપમેન્ટ એજન્સી સાથે MOU કરવામાં આવ્યા હતા. જેમાં સૂરતની મેટ્રો રેલવેને અઢીસો મિલિયન યુરો એટલે કે 2,211 કરોડ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કરાયો હતો. આ સમયે કેન્દ્રીય મંત્રી હરીદીપ પુરી પણ હાજર રહ્યા હતા. આ સહાય સાથે જ હવે મેટ્રો રેલવેની કામગીરી વધુ ઝડપી બની શકશે. જેનો સીધો લાભ સુરતના વિકાસને મળશે.

ABOUT THE AUTHOR

...view details