ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપી કિનારે આત્મહત્યા કરવા પહોંચ્યો યુવક, ફાયર બ્રિગેડએ પૂછ્યું કારણ... જાણો શું કહ્યું - A teenager attempted suicide in Surat

સુરતમાં ફાયર વિભાગની સરાહનીય કામગીરી સામે આવી છે. તાપી બ્રીજ પર આત્મહત્યા(Tapi river over bridge ) કરવા જઈ રહેલા એક કિશોરને ફાયર વિભાગે બચાવી લીધો હતો. ફાયરના અધિકારીઓએ તેને આવું પગલું ના ભરવા સમજાવી તેનું કાઉન્સીલ તેના પિતાને સોપ્યો હતો.

તાપી કિનારે આત્મહત્યા કરવા પહોંચ્યો યુવક, ફાયર બ્રિગેડએ પૂછ્યું કારણ... જાણો શું કહ્યું
તાપી કિનારે આત્મહત્યા કરવા પહોંચ્યો યુવક, ફાયર બ્રિગેડએ પૂછ્યું કારણ... જાણો શું કહ્યું

By

Published : Jul 7, 2022, 8:51 PM IST

સુરત: શહેરના મોટા વરાછા સ્થિત એબીસી સર્કલ પાસે રહેતો 17 વર્ષીય કિશોર સવારે 11 વાગ્યાની આસપાસ કપોદ્રા મોટા વરાછા જોડતા( teenager attempted suicide in Surat ) બ્રીજ પર પહોંચ્યો હતો. અહીં તે રેલીંગમાં પગ લટકાવીને( Suicide attempt)બેઠો હતો. આત્મહત્યાની કોશિશ કરી રહ્યો હતો. આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગનો કાફલો (Surat fire brigade)તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

આત્મહત્યા કરવા પહોંચ્યો

આ પણ વાંચોઃમાનસિક રીતે હારેલા લાકો શું કરી શકે, તેનું જીવતું જાગતું ઉદાહરણ

ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો -ફાયર વિભાગની એક ટીમેં તેની સાથે વાતચીતમાં ભોળવી રાખી તેનું સહી સલામત રેક્સ્યું કર્યું હતું. બીજી તરફ બાળકના પિતાને ત્યાં બોલાવી તેનું કાઉન્સીલગ કરાવી તેનો કબજો તેના પિતાને સોપ્યો હતો. વધુમાં મળતી માહિતી મુજબ વિદેશમાં ભણવા જવા બાબતે તે ચિંતામાં હતો અને તેને લઈને આત્મહત્યા કરવા પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે ફાયર વિભાગે તે આત્મહત્યા કરે તે પહેલા જ તેનું રેસ્ક્યુ કરી લીધું હતું.

આ પણ વાંચોઃSuicide Attempt in Ahmedabad: શિક્ષિકાએ 12 શિક્ષકોના માનસિક ત્રાસથી કંટાળી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

કિશોરનું રેસ્ક્યુ કર્યું -આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે. કિશોરનું રેસ્ક્યુ કર્યા બાદ તે સતત રડી રહ્યો છે તો બીજી તરફ ફાયરના અધિકારીઓ તેને આવું પગલું ના ભરવા સમજાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઘણી વખત કિશોર અવસ્થામાં બાળકો નાની મોટી વાતમાં આત્મહત્યા કરી લેતા હોય છે ત્યારે આવી રીતે આત્મહત્યા કરવી તે કોઈ સમસ્યાનો નિવેડો નથી. કોઈ પણ સમસ્યા હોય લોકોએ પોતાના પરિવારજનો સાથે વાતચીત કરી સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details