સુરતઃ પીપોદરા GIDCમાં આવેલા બાયો ઓઈલના ગોડાઉનમાં બફર સ્ટોક હતો ત્યારે આકસ્મિક રીતે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા સૌપ્રથમ તો ત્યાં કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. બે કર્મચારીઓ આગની લપેટમાં આવી જતા દાઝી ગયા હતા.
માંગરોળ તાલુકાની પીપોદરા GIDCમાં ભીષણ આગ
પીપોદરા GIDCમાં બાયોડીઝલના ગોડાઉનમાં આકસ્મિક રીતે આગ ભભૂકી ઉઠતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં વિસ્તારમાં નાસભાગના માહોલ વચ્ચે 2 કર્મચારીઓને પણ આગે લપેટમાં લેતા દાઝી ઉઠેલા કર્મચારીઓને સૌપ્રથમ કામરેજ દીનબંધુ હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
માંગરોળ તાલુકાની પીપોદરા GIDCમાં ભીષણ આગ
આગ લાગ્યાની જાણ થતાં જ કોસંબા પોલીસ, કામરેજ પોલીસ અને ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી. આગની ઘટનામાં ગોડાઉન બળીને સંપૂર્ણ ખાક થઈ ગયું હતું.
નજીકનો વિસ્તાર પણ ફાયર ફાયટરોએ સલામતિ માટે ખાલી કરાવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને ઓઈલના ગોડાઉનમાં બ્લાસ્ટ થતાં વિસ્તારની જનતામાં નાસભાગ મચી ગઇ હતી. સુરત જિલ્લા પોલીસ વડાએ પણ ઘટના સ્થળની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.