સુરત: સહિત દક્ષિણ ગુજરાતમાં આજ રોજ પડેલા કમોસમી વરસાદના કારણે બાગાયતી ખેતી સહિતના પાકોને નુકશાન થયું છે. આ અંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના અગ્રણી ચંદ્ર સિંહે જણાવ્યું હતું કે, કમોસમી માવઠાની સુરત સહિત દક્ષિણ ગુજરાત માં અસર થઈ છે. જેમાં ખેતીપાક ને મોટું નુકસાન થયું છે.
કમોસમી વરસાદથી ખેડૂતો પર "પડયા પર પાટું", સુરતમાં કેરીના પાકને મોટું નુકસાન - વરસાદ
સુરત શહેર અને જિલ્લામાં ભારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયું છે. અગાઉ પણ પડેલા કમોસમી વરસાદથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો, ત્યાં ફરી એક વખત ખેડૂતો "પડયા પર પાટું મારવા સમાન" જેવી સ્થિતિમાં મુકાયા છે.
કમોસમી વરસાદના કારણે ખેડૂતો "પડયા પર પાટું મારવા સમાન " જેવી સ્થિતિમાં મુકાયા
કેરી, ચીકુ, ઘઉં તેમજ ચણાના પાક કમોસમી વરસાદના કારણે નુકસાનમાં ગયા છે. બે લાખ એકર કેરીના પાકને પણ નુકશાનની ભીતિ છે. નુકશાન અંગે કેરી જેવા બાગાયતી પાકોને કૃષિ વીમા યોજનામાં જોડવાની સરકાર પાસે ખેડૂત સમાજ માંગ કરે છે. જે માટે કૃષિ પાકોનું સર્વે કરાવી ખેડૂતોને નુકશાનનું વળતર આપવાની ખેડૂત સમાજની માંગણી અને લાગણી છે.
Last Updated : Mar 7, 2020, 4:21 PM IST