ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલીમાં એક મણ રીંગણના ભાવ 20 રૂપિયા, ખેડૂતોએ રીંગણ રસ્તા પર ફેંક્યા

બારડોલીમાં ખેડૂતોને રીંગણના યોગ્ય ભાવ ન મળતા(The farmers did not get proper price of brinjal) રીંગણ રસ્તા પર ફેંકી વિરોધ નોંધાવ્યો હતો. શાકભાજી માર્કેટમાં રસ્તા પર રીંગણનો ઢગલો જોવા મળતા શાકભાજી લેવા આવતા લોકોમાં રીંગણ લેવા પડાપડી થઈ હતી. શાકભાજી માર્કેટમાં જથ્થાબંધ રીંગણ વેચવા માટે આવેલા ખેડૂતોને એક મણ રીંગણના માત્ર 20 રૂપિયા મળતા ખેડૂત રોષે ભરાયા હતા.

યોગ્ય ભાવ ન આપતા ખેડૂતો વિફર્યા
યોગ્ય ભાવ ન આપતા ખેડૂતો વિફર્યા

By

Published : Dec 13, 2022, 8:12 PM IST

યોગ્ય ભાવ ન આપતા ખેડૂતો વિફર્યા

બારડોલી:ખેડૂતોને રીંગણના યોગ્ય ભાવ ન મળતા રીંગણ રસ્તા પર ફેંકી વિરોધ નોંધાવ્યો હતો. (The farmers did not get proper price of brinjal) શાકભાજી માર્કેટમાં રસ્તા પર રીંગણનો ઢગલો જોવા મળતા શાકભાજી લેવા આવતા લોકોમાં રીંગણ લેવા પડાપડી થઈ હતી. ખેડૂતોએ યોગ્ય ભાવ ન મળતા રીંગણ રસ્તા પર ફેંકી વિરોધ નોંધાવ્યો હતો.( protested by throwing it on the road) દલાલો અને વેપારીઓની મિલીભગતને કારણે ખેડૂતોનો મરો થઈ રહ્યો છે. ત્યારે સ્થાનિક સહકારી તેમજ રાજકીય નેતાઓ ખેડૂતોને તેના ઉત્પાદન પોષણક્ષણ ભાવે વેચવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે તેવી માગ ઉઠવા પામી છે.

યોગ્ય ભાવ ન આપતા ખેડૂતો વિફર્યા: બારડોલીની શાકભાજી માર્કેટમાં મંગળવારે સવારે આજુબાજુ ગામડાના કેટલાક ખેડૂતો તેમના ખેતરમાંથી શાકભાજીનો પાક વેચાણ માટે લઈને આવ્યા હતા. ત્યારે રીંગણ લઈને આવેલા ખેડૂતોને 20 કિલો એટલે કે એક મણ રીંગણના માત્ર 20 રૂપિયા આપવાનું કહેતા ખેડૂતો ગુસ્સે ભરાયા હતા. ચારથી પાંચ ખેડૂતોએ મહેનતાથી ઉગાડેલા રીંગણનો પાક ભર બજારમાં રસ્તા વચ્ચે ફેંકી દીધો હતો અને આવતા જતાં લોકોને મફતમાં રીંગણ લઈ જવા માટે અપીલ કરી હતી. લોકો મોટી સંખ્યામાં રીંગણ લઈ જતાં જોવા મળ્યા હતા.

ખેડૂતોની હાલત કફોડી:ખેડૂતોનો આરોપ છે કે શાકભાજી માર્કેટમાં દલાલો અને વેપારીઓની મિલીભગતને કારણે ખેડૂતોનો મરો થઈ રહ્યો છે. ખેડૂતોને તદ્દન નીચા ભાવ આપી દલાલો અને વેપારીઓ ગ્રાહકોને ઊંચા ભાવે માલ વેચી ધિકતી કમાણી કરી રહ્યા છે. સવારથી સાંજ સુધી ખેડૂત ખેતરમાં મહેનત કરે, ખાતર, દવા અને મજૂરીના ઊંચા ભાવ ચૂકવી પાક લણે ત્યારે ખેડૂત તેના ખર્ચ પણ કાઢી ન શકે એટલી સામાન્ય રકમ મળતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. નફાખોરી કરતા આવા દલાલો અને વેપારીઓ સામે સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે. બીજી તરફ કેટલાક ખેડૂતો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, બારડોલી દ્વારા પણ ખેડૂતોને યોગ્ય બજાર પૂરું પાડવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

ભાવિક પટેલ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, માર્કેટમાં ખેડૂતો પાસે શાકભાજીની ખરીદી કરતાં દલાલો ખેડૂતોને નીચા ભાવ ચૂકવવાની સાથે સાથે માલ વેચી આપવા બદલ દસ ટકા કમિશન પણ લે છે. એટલે જો ખેડૂત સો રૂપિયાનો માલ વેચે તો તેને માત્ર 90 રૂપિયા જ મળે છે. પાંચ મણ રીંગણ લઈને દસ કિમી દૂરથી આવતા ખેડૂતને તો મજૂરી, દવા અને મહેનતના પૈસા તો ઠીક પણ ખેતરેથી બજાર સુધી લાવવા માટે પેટ્રોલ ડીઝલના પૈસા પણ છૂટી શકતા નથી. ત્યારે આ બાબતે ખેડૂતોને યોગ્ય બજાર મળી રહે તેમજ ગ્રાહકોને પણ યોગ્ય કિંમતે માલ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવી જરૂરી બની ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details