ગુજરાત

gujarat

ETV Bharat / state

ટ્રેલરચાલકે તબીબને અડફેટે લેતાં મોત, લોકોએ ટ્રેલર સળગાવ્યું - અકસ્માત

સુરતના ગોડાદરા સ્થિત આવેલી હરિદર્શન સોસાયટી પાસે ટ્રેલરચાલકે એક તબીબને અડફેટે લીધો હતો. ઘટનામાં આર્યુવેદિક તબીબનું મોત નીપજ્યું હતું. બીજી તરફ મોટી સંખ્યામાં લોક ટોળું એકત્ર થઇ ગયું હતું અને રોષે ભરાયેલા લોકોએ ટ્રેલરમાં આગ ચાંપી દીધી હતી. ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે તપાસ શરુ કરી હતી. બીજી તરફ ટ્રેલર ચાલક ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

ટ્રેલરચાલકે તબીબને અડફેટે લેતાં મોત, લોકોએ ટ્રેલર સળગાવ્યું
ટ્રેલરચાલકે તબીબને અડફેટે લેતાં મોત, લોકોએ ટ્રેલર સળગાવ્યું

By

Published : Dec 30, 2020, 9:26 PM IST

  • સુરતમાં આયુર્વેદિક તબીબનું અકસ્માતે મોત
  • ટ્રેલચાલકે અડફેટે લેતાં મોત નીપજ્યું
  • ટોળાંએ ટ્રેલરને આગ ચાંપી, ચાલક ફરાર

સુરતઃ સુરતના ગોડાદરા સ્થિત આવેલી હરિદર્શન સોસાયટી પાસે બાઈક પર જઈ રહેલા એક આર્યુવેદિક તબીબને ત્યાંથી બેફામ આવેલ ટ્રેલર ચાલકે અડફેટે લીધો હતો. ઘટનામાં આર્યુવેદિક તબીબનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઇ ગયા હતાં અને ટ્રેલરમાં આગ ચાપી દીધી હતી. અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતની જાણ અને ટ્રેલરમાં આગ લાગવાની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો. વધુમાં મૃતકનું નામ ડૉ. વિક્રમભાઈ ભૂલે હોવાનું અને તે પ્રિયંકા સિટી સોસાયટીમાં રહેતાં હોવાનું જાણવા મળ્યું છે. તેમને ગોડાદરા સ્થિત આવેલી હરિદર્શન સોસાયટી પાસેથી પસાર થઇ રહ્યા હતા, જે સમયે આ ઘટના બની હતી. વધુમાં મૃતક પરિણીત છે અને તેમના મોતને પગલે પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગીઇ હતી.

મૃતકનું નામ ડો. વિક્રમભાઈ ભૂલે હોવાનું અને તે પ્રિયંકા સિટી સોસાયટીમાં રહેતાં હોવાનું જાણવા મળ્યું

ઉશ્કેરાયેલા લોકોએ ટ્રેલરમાં તોડફોડ કરી

અક્સ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતાં અને રોષે ભરાયેલા લોકોએ ટ્રેલરમાં તોડફોડ કરી હતી અને બાદમાં આગ ચાપી દીધી હતી. બનાવની જાણ થતાં ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. બીજી તરફ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details