ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime: કોથળામાંથી બિલાડું નીકળ્યું, હીરાના પેકેટમાંથી ચણાની દાળ નીકળી - સુરતમાં ગ્રાહક છેતરાયો

સુરત શહેરમાં હીરા વેપારીએ ગ્રાહક સાથે ઠગાઈ કર્યાનો નવો કેસ સામે આવ્યો છે. જેમાં હિરાના વેપારીએ ગ્રાહક સાથે લાખો રુપિયાની ઠગાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે. જોકે, સુરતમાંથી હીરાને લઈને થયેલી છેત્તરપિંડીનો આ કોઈ પહેલો કેસ નથી.

હીરા દલાલે હીરા વેપારીને હીરાના બે પેકેટો આપ્યા, તેમાંથી ચણાની દાળ અને રેતી નીકળી
હીરા દલાલે હીરા વેપારીને હીરાના બે પેકેટો આપ્યા, તેમાંથી ચણાની દાળ અને રેતી નીકળી

By

Published : May 10, 2023, 7:21 PM IST

સુરત: સુરત શહેરને ડાયમંડ નગરીથી ઓળખવમાં આવે છે. પણ સૌથી વધારે હીરાને લઈને થતી છેત્તરપિંડી પણ સુરતમાંથી જ થઈ રહી છે. ક્યારેક ખોટા હીરા તો ક્યારેક હીરા લીઈને પલાયન થયાની ઘટના પણ સુરતમાંથી બને છે. એક એવી ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. જેને સાંભળીને લોકો આશ્ચર્યમાં મુકાઈ જશે. હીરા દલાલે હીરા વેપારીને જે હીરાના બે પેકેટો આપ્યા હતા તેમાંથી ચણાની દાળ અને રેતી નીકળી હતી. આવું તો હીરા ખરીદનારે પણ વિચાર્યું નહીં હોય. વેપારી સાથે 13.21 લાખની ઠગાઈ કેસમાં આખરે વરાછા પોલીસે ફરિયાદ નોંધ આરોપી હીરા દલાલની ધરપકડ કરી છે.

હીરા કાઢી નાખ્યા:તારીખ 24 મી એપ્રિલના રોજ હીરા દલાલ પ્રદીપ ધામેલીયાએ એક પાર્ટીને હીરા બતાવવા માટે 13.21 લાખની કિંમતના હીરાના બે પેકેટ લઈને ગયા હતા. જોકે, હીરા દલાલ પ્રદીપે આ પેકેટ માંથી હીરા કાઢી એક પેકેટમાં ચણાની દાળ જ્યારે બીજા પેકેટમાં રેતી મૂકી તેને સીલ કરી વેપારીને પરત કરી દીધા હતા. જ્યારે હીરા વેપારી ભુપત માંગુકિયાએ આ બંને હીરા પેકેટ હાથમાં લીધા ત્યારે તેમને શંકા થઈ હતી.

પોલીસે ધરપકડ કરીઃ જ્યારે તેઓએ પેકેટ ખોલ્યો ત્યારે જોયું કે હીરા દલાલે હીરાની જગ્યાએ ચણાની દાળ અને રેતી મૂકી હતી.આ સમગ્ર મામલે હીરાના વેપારી ભૂપત માંગુકિયાએ વરાછા પોલીસ મથકમાં પોતાની ફરિયાદ આપી છે. જેના આધારે વરાછા પોલીસે 42 વર્ષીય પ્રદીપ ધામેલીયાની ધરપકડ કરી છે. એટલું જ નહીં તેની પાસેથી હીરા લેનાર કિરણ કોઠારી નામના હીરા દલાલ સામે પણ ઠગાઈનો ગુનો નોંધવામાં આવ્યો છે.

વેપારીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની સાથે 13.21 લાખની ઠગાઈ થઈ છે. આરોપી હીરા દલાલે પાર્ટીને હીરા બતાવવા માટે હીરાના બે પડીકા લઈને ગયા હતા અને તેની અંદરથી હીરા કાઢીને તેઓએ ચણાની દાળ અને રેતી મૂકી પરત કરી ઠગાઈ કરી હતી આ સમગ્ર હીરા દલાલની ધરપકડ કરવામાં આવી છે.---વરાછાના પોલીસ ઇન્સ્પેક્ટર (એ.એન.ગાબાણી)

આ પણ વાંચોઃ


1. Tanmya Adopted: રાજકોટ બાલાશ્રમની 12 વર્ષની તન્મય બનશે અમેરિકાની નાગરિક, દત્તક લેવાઇ

2. Ahmedabad News: મોબાઈલ રીપેરીંગની દુકાનમાંથી મળ્યા બીલ વગરના 68 મોબાઈલ, તપાસ શરૂ

હીરાની ઠગાઈ: સુરતમાં હીરાનો વેપાર વિશ્વાસ અને જુબાન પર ચાલે છે. વરાછા હીરા બજાર સહિત મહિધરપુરા હીરા બજારમાં જ્યારે પણ જતા હોય છે. હીરાના દલાલ અને વેપારીઓ લાખો રૂપિયાના હીરા રસ્તા પર લઈને ઊભા જોવા મળે છે. વિશ્વાસ પર ચાલનાર આ હીરા વેપારમાં ઠગાઈનો પણ કેસ સામે આવતો હોય છે. આવી જ એક ઘટના સુરતના વરાછા મીની બજાર ખાતે બની હતી. હીરા દલાલે હીરા વેપારીને જય હીરાના બે પેકેટો આપ્યા હતા. તેમાંથી ચણાની દાળ અને રેતી નીકળી હતી.

ABOUT THE AUTHOR

...view details