ગુજરાત

gujarat

ETV Bharat / state

નિયોલ ગામના હત્યા પ્રકરણમાં આરોપીના જામીન નામંજૂર

સાત વર્ષ અગાઉ સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં નિયોલ ગામ ખાતે શેરડી કાપવાના પડાવમાં રહેતા અને મૂળ ડાંગના બે મજૂર વચ્ચે સામાન્ય બાબતમાં ઝગડો થતાં એક મજૂરે બીજા મજૂરના માથાના ભાગે લાકડાનો ફટકો મારી હત્યા કરી નાંખી હતી. જે પ્રકરણમાં સાત વર્ષ બાદ આરોપીએ બારડોલી કોર્ટમાં જામીન અરજી કરી હોય જે જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી.

Kadodra Murder case
Kadodra Murder case

By

Published : Mar 9, 2021, 7:18 PM IST

  • નિયોલ ગામના હત્યા પ્રકરણમાં આરોપીના જામીન નામંજૂર
  • સામાન્ય બોલાચાલીમાં થઇ હતી હત્યા
  • વર્ષ 2013માં થઈ હતી હત્યા

સુરત : જિલ્લાના પલસાણા તાલુકાનાં નિયોલ ગામે પાણીની ટાંકીની સામે શેરડી કાપવાના મજૂરોના પડાવમાં રહેતા અને મૂળ ડાંગના સોનિયા ભોયે તેમજ તેમના જ ગામના શુકરિયા પવાર વચ્ચે ગત 24 જાન્યુઆરી, 2013ના રોજ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જે ઝગડામાં સોનિયાએ શુકરિયાને માથાના ભાગે લાકડીનો ફટકો મારી દીધો હતો. જેમાં તેમનું મોત થયું હતું.

આ પણ વાંચો -બારડોલીના નજીવી બાબતે યુવકની હત્યા

પોલીસે જ જમીનમાંથી મૃતદેહ બહાર કાઢી કરી હતી કાર્યવાહી

આ હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા ફરિયાદ નોંધાવ્યા વગર, તેનો મૃતદેહ વતનમાં લઈ જઈને દફનાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આ અંગે વિવાદ ઊભો થતા મૃતદેહ જમીનની બહાર કાઢી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપી સાનિયાની ધરપકડ કરવામાં આવી હતી.

બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ આ જામીન અરજી કોર્ટે નામંજૂર કરી

7 વર્ષ બાદ સાનિયાએ બારડોલી એડિશનલ સેશનકોર્ટમાં જામીન અરજી કરી હતી. જે અંગે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ બી. એલ. ચૌધરીની કોર્ટમાં આ અરજીની સુનાવણી કરવામાં આવી હતી. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ જીતેન્દ્ર પારડીવાલાએ રજૂઆત કરી હતી. બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ આ જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી.

આ પણ વાંચો -સુરતના બાબેન ગામમાં નજીવી બાબતે યુવકની હત્યા

ABOUT THE AUTHOR

...view details