દેશનો સૌથી સ્વચ્છ ડુમસ બીચ હવે સૌથી સુંદર બની ગયો - સુરત
દેશનો સૌથી સ્વચ્છ બીચ હવે સૌથી સુંદર બની ગયો છે. પાલિકાએ ડુમસ બીચમાં દોઢ કિલોમીટર વિસ્તાર સુધી બ્યુટીફીકેશન કર્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના નેતૃત્વમાં નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ દ્વારા સપ્ટેમ્બરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં દેશના 34 બીચના સર્વેમાં ડુમસના બીચને રાષ્ટ્રીય સ્તર ઉપર સૌથી સ્વચ્છ બીચ માનવામાં આવ્યો હતો.
દેશનો સૌથી સ્વચ્છ ડુમસ બીચ હવે સૌથી સુંદર બની ગયો
સુરત : દેશનું સૌથી સ્વચ્છ ડુમસ બીચને સૌથી સુંદર જોઇ તમે પણ આશ્ચર્યમાં મૂકાઈ જશો. હરવા ફરવાના શોખીન સુરતીલાલાઓએ આ પ્રોજેકટ માટે ટોળે રાહ જોઈ રહ્યા હતા. આખરે લંગરથી ચોપાટી સુધીના વિસ્તારનું બ્યુટીફીકેશન કરી પિકનીકનું સ્થળ બનાવવાનો પ્રોજેક્ટ હવે તૈયાર થઈ ચુક્યો છે. સુરતની ડુમસ ચોપાટી ખૂબસૂરત બની ગઈ છે. 2 કરોડના ખર્ચે આખરે સુરતીલાલાઓના પ્રિય સ્થળ એવી ડુમસ ચોપાટીનું નવનીકરણ કરાયું છે.