- સુરતમાં પાંચ માધ્યમોમાં શિક્ષણ આપવામાં અપાય
- ગુજરાતી, હિંદી, મરાઠી, ઉર્દૂ અને ઉડિયા ભાષાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ
- કોઈ કારણસર ઉર્દુ, ઉડિયા તથા અન્ય માધ્યમમાં કેટલાક વિષયના પાઠ્યપુસ્તકો અપાયા નથી
સુરત : શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પાંચ માધ્યમોમાં શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાતી, હિંદી, મરાઠી, ઉર્દૂ અને ઉડિયા ભાષાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. આ વખતે કોઈ કારણસર હજી સુધી વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં આવ્યા નથી. તેમાં ઉર્દુ, ઉડિયા તેમજ અન્ય માધ્યમોમાં કેટલાક વિષયના પાઠ્યપુસ્તકો કોઈ કારણસર આપવામાં આવ્યા નથી.
બે શિક્ષકો ઓડિશા પાઠ્યપુસ્તકો લેવા ગયા
શહેરમાં આવેલી ઉડિયા માધ્યમની કુલ 8 સ્કૂલો આવેલી છે. તેમાં કુલ 4,500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમાં ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓને હજી સુધી પાઠ્યપુસ્તકો આપવામાં આવ્યા નથી. આ માહિતી અનુસાર, દર વખતે ઓડિશાથી ત્યાં રાજ્ય સરકાર દ્વારા જે પુસ્તકો આપવામાં આવે છે. તે દર વખતની જેમ આ વખતે પણ હજી સુધી આપવામાં આવ્યા નથી. જેને કારણે ઉડિયા માધ્યમના બે શિક્ષકો દ્વારા ઓડિશા પાઠ્યપુસ્તકો લેવા માટે ગયા છે.
ઉડિયા માધ્યમની સ્કૂલોમાં ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અપાયા નથી
સુરત શહેરમાં આવેલી ઉડિયા માધ્યમની સ્કૂલોમાં ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓને હજી સુધી પાઠ્યપુસ્તકો આપવામાં આવ્યા નથી. તેને લઈને વાલીઓ દ્વારા સ્કૂલોમાં જઈને પાઠ્યપુસ્તકો લેવા માટે આજીજી કરી રહ્યા છે તેમ જ નામ લખાવી રહ્યા છે. ઉડિયા માધ્યમમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીની માતા દ્વારા એમ જણાવવામાં આવ્યું હતું કે, હજી સુધી સ્કૂલ દ્વારા અમારા બાળકોને પાઠ્યપુસ્તક આપવામાં આવ્યા નથી. સ્કૂલ દ્વારા એમ જણાવવામાંં આવ્યું છે કે, અમે પાઠ્યપુસ્તકની સંખ્યા મૂકી આપી છે. આવતા દસ દિવસમાં આ પાઠ્યપુસ્તકો આવી જશે. પરંતુ હાલ અમારા બાળકોએ પણ પાઠ્યપુસ્તક વગર પરીક્ષાઓ આપી છે. અમારી ઓડિશા રાજ્ય સરકારને જણાવવામાંં આવ્યું કે, જલ્દીથી પાઠ્યપુસ્તકો અહીં મોકલવામાં આવે તેવી અમારી વિનંતી છે.
આ પણ વાંચો : રાજ્યમાં 70 ટકા પાઠ્યપુસ્તકોનું વિતરણ પૂર્ણ, 30 ટકા પુસ્તકો ટૂંક સમયમાં વિતરણ કરાશે
ઉર્દૂ માધ્યમમાં ત્રણ વિષયના પુસ્તકો આપવામાં આવ્યા
ઉર્દૂ માધ્યમની વાત કરવામાં આવે તો શહેરમાં ઉર્દૂ માધ્યમની કુલ 28 સ્કૂલો છે. તેમાં કુલ 19,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તે વિદ્યાર્થીઓને હજી સુધી વિજ્ઞાન, સમાજશાસ્ત્ર તથા ગણિતના પાઠ્યપુસ્તકો આપવામાં આવ્યા નથી. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, આ વખતે કોવિડ-19ના કારણે પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓને આપવામાં કોઇ કારણસર લેટ થઈ ગયું હોય એમ માનવામાં આવી રહ્યું છે.