ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત પહોંચેલી કેન્દ્રીય ટીમે પોઝિટિવ દર્દીના પરિવાર સાથે ચર્ચા કરી - કોરોવનાવાઈરસ સુરત ન્યૂઝ

કોરોનાના કેસો વધતા ચાર વરિષ્ઠ અધિકારીઓની કેન્દ્રની ટીમ સુરતમાં આવી પહોંચી છે. ત્યારે ટીમના સભ્યોએ નવી સિવિલ હોસ્પિટલમાં તબીબ, મેડિકલ એસો., આર.એમ.ઓ, ડિન સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી કન્ટેઈન્ટમેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી. તેમજ ખાસ ડિંડોલી લિબાયત ઝોનની મુલાકાત લીધી હતી.

surat
સુરત

By

Published : Jul 17, 2020, 10:24 AM IST

  • સુરતમાં ચાર વરિષ્ઠ સભ્યોની કેન્દ્રીય ટીમ આવી પહોંચી
  • કેન્દ્રીય ટીમે પોઝિટિવ દર્દીના પરિવાર સાથે કરી ચર્ચા
  • લીંબાયતના કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત લીધી

સુરત : ટીમમાં ચાર સભ્યો છે, જે પૈકીની એક સભ્યએ લીંબાયતના કન્ટેઈન્ટમેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી. લીંબાયત ઝોનના ડીંડોલી રામી પાર્ક ખાતે મુલાકાત લીધી હતી. રામી પાર્ક અને અંબિકા પાર્ક સોસાયટીમાં હાલ કોરોનાના 10 કેસો આવતા આ વિસ્તારોને કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય લીંબાયતના અન્ય વિસ્તારોમાં પણ કેસોમાં વધારો થતાં કેન્દ્રની ટીમે આ વિસ્તારોની મુલાકાત લીધી હતી. તે ઉપરાંત પોઝિટિવ દર્દીના પરિવારની સાથે ચર્ચા કરી હતી. તેમજ ધન્વંતરી રથની પણ મુલાકાત લઇ ફરજ પર હાજર કર્મચારી જોડે પણ ચર્ચા કરી હતી.

સુરત પહોંચેલી કેન્દ્રીય ટીમે પોઝિટિવ દર્દીના પરિવાર સાથે ચર્ચા કરી

આ ચાર વરિષ્ઠ સભ્યોની કેન્દ્રીય ટીમ સુરત આવી પહોંચી છે. આ ટીમમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પોલ, ICMRના ડાયરેકટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવ, એઇમ્સના ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતી આહુજા સામેલ છે. આ ટીમ અમદાવાદથી સુરત આવી છે.

ABOUT THE AUTHOR

...view details