ગુજરાત

gujarat

કોરોનાના સતત વધી રહેલા કેસને ધ્યનમાં લઈ કેન્દ્ર સરકારની ટીમ સુરત પહોંચી

By

Published : Apr 25, 2020, 3:43 PM IST

કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાવાથી ઉભી થયેલી સ્થિતિ અમદાવાદ, સુરત, હૈદરાબાદ અને ચૈન્નઇ સહિત અન્ય હોટસ્પોટ વિસ્તારોમાં ગંભીર છે. સરકારે આ શહેરોમાં સ્થિતિનું મોનિટરિંગ કરવા માટે ટીમ મોકલી છે. જે મુજબ કેન્દ્ર સરકારની ટીમ સુરત પહોંચી છે. સુરતના અઠવા વિસ્તારમાં આવેલા ઓફિસર્સ જિમખાના ખાતે રોજ 40,000 જેટલા મજૂરો અને જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ટીમે ભોજનની ગુણવત્તા અંગે સુરત જિલ્લા કલેકટર ધવલ પટેલ પાસેથી જાણકારી મેળવી હતી.

સુરત
સુરત

સુરત: કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાવાથી ઉભી થયેલી સ્થિતિ અમદાવાદ, સુરત, હૈદરાબાદ અને ચૈન્નઇ સહિત અન્ય હોટસ્પોટ વિસ્તારોમાં ગંભીર છે. સરકારે આ શહેરોમાં સ્થિતિનું મોનિટરિંગ કરવા માટે ટીમ મોકલી છે. જે મુજબ કેન્દ્ર સરકારની ટીમ સુરત પહોંચી છે. સુરતના અઠવા વિસ્તારમાં આવેલા ઓફિસર્સ જિમખાના ખાતે રોજ 40,000 જેટલા મજૂરો અને જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ટીમે ભોજનની ગુણવત્તા અંગે સુરત જિલ્લા કલેકટર ધવલ પટેલ પાસેથી જાણકારી મેળવી હતી.

સુરતમાં સતત વધી રહેલા કેસને લઈ કેન્દ્ર સરકારની ટીમ સુરત પહોંચી
આ ટીમે સુરતમાં ભોજન વ્યવસ્થાને લઇ નિરીક્ષણ કર્યું હતું. લોકડાઉનના પગલે સુરતમાં ભોજનની ક્યા પ્રકારની વ્યવસ્થા છે. તે તમામ જાણકારી સહિત ભોજનમાં ક્યાં પ્રકારનું અનાજ વાપરવામાં આવી રહ્યું છે. તે જાણકારી આ ટીમ દ્વારા મેળવવામાં આવી હતી. તેમજ સુરત મહાનગપાલિકા દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે પણ નિરીક્ષણ કરશે. આ ટીમ ખાસ કરીને સુરતમાં રહેતા મજૂરોની સ્થિતિ જાણવા પણ સ્થળ નિરીક્ષણ કરશે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના અમુક શહેરોમાં વધી રહેલા હૉટસ્પોટ જાહેર કર્યા છે. આ ક્રમમાં અમદાવાદ, સુરત, હૈદરાબાદ અને ચૈન્નઇ સહિત અન્ય શહેરોને મોનિટરિંગ હેઠળ રાખવા માટે મંત્રાલયની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. આ એક ટીમ સુરત પહોંચી શહેરના તમામ વિસ્તાર કે, જ્યાં હોટસ્પોટ છે, અને મજૂરોની સંખ્યા વધારે છે, ત્યાંની જાણકારી મેળવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details