- પરિણીતાએ સાસરીયા સામે ત્રાસની નોંધાવી ફરીયાદ
- ચોથા જ દિવસે પતિ દ્વારા શારીરિક સંબંધોને લઈ મારઝૂડ કરી
- દહેજમાં 50 હજાર આપવા છતાં ત્રાસ ઓછો નહીં થતાં મહિલાએ ફરિયાદ નોંધાવી
સુરતઃબારડોલી તાલુકાનાં બાબેન ગામે રહેતી પરિણીતાને લગ્નના બીજા દિવસથી જ પતિ અને સાસુ સસરાએ ત્રાસ આપવાનું શરૂ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સાસરિયાથી ત્રાસેલી પરિણીતાએ સોમવારના રોજ સુરત ગ્રામ્ય મહિલા પોલીસ મથક ખાતે સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પરિણીતા પાસે દહેજની માગ
બારડોલી તાલુકાનાં બાબેન ગામે રહેતી પરિણીતા પાસે દહેજની માગ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા પતિ, સાસુ અને સસરા સામે મહિલા પોલીસ મથકમાં પરણિતાએ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાનાં શબરી ધામમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરના વતની અર્જુનસિંહ ચૌહાણની 31 વર્ષીય પુત્રી જ્યોતિના લગ્ન બાબેનની સિદ્ધિવિનાયક રેસિડેન્સીમાં રહેતા વિજયસિંહ રામકિશોર રાઠોડ સાથે થયા હતા.
લગ્નના બીજા દિવસે પતિનો ત્રાસ
લગ્નનાના બીજા જ દિવસે વિજયસિંહે જ્યોતિ મને ગમતી નથી છતાં જબરજસ્તી મારી સાથે લગ્ન કરાવ્યા છે. તેવું જણાવી જ્યોતિ સાથે અભદ્ર વ્યવહાર કરવા લાગ્યો હતો. તે દરમિયાન લગ્નના ચોથા દિવસે શારીરિક સંબંધ બાંધવા બાબતે જ્યોતિ સાથે મારઝૂડ કરવા લાગ્યો હતો.