ગુજરાત

gujarat

ETV Bharat / state

પીપળાના પાન પર કોરોનાની વેક્સિન 2021નું કાર્વિંગ આર્ટ બનાવાયું

સુરતના કાર્વિંગ અર્ટિસ્ટએ આ સમયનો સદુપયોગ કરી પીપળાના પાન પર બાય બાય કોરોના 2020નું કાર્વિંગ આર્ટ બનાવ્યું હતું, ત્યાં જ હવે ત્યારે કોરોનાની વેક્સિનને આવકારવા માટે તેમને વેલકમ કોરોના વેક્સિન 2021નું કાર્વિંગ આર્ટ પણ બનાવ્યું છે.

પીપળાના પાન પર કોરોનાની વેક્સિન 2021નું કાર્વિંગ આર્ટ બનાવાયું
પીપળાના પાન પર કોરોનાની વેક્સિન 2021નું કાર્વિંગ આર્ટ બનાવાયું

By

Published : Jan 17, 2021, 7:35 PM IST

  • સુરતના કાર્વિંગ અર્ટિસ્ટે પીપળાના પાન પર 2020નું કાર્વિંગ આર્ટ બનાવ્યું હતું
  • કોરોના વેક્સિન 2021નું કાર્વિંગ આર્ટ પણ બનાવ્યું
  • પીપળાના પાન પર કાર્વિંગ આર્ટ

સુરતઃ સુરતના કાર્વિંગ અર્ટિસ્ટએ આ સમયનો સદુપયોગ કરી પીપળાના પાન પર બાય બાય કોરોના 2020નું કાર્વિંગ આર્ટ બનાવ્યું હતું, ત્યાં જ હવે ત્યારે કોરોનાની વેક્સિનને આવકારવા માટે તેમને વેલકમ કોરોના વેક્સિન 2021નું કાર્વિંગ આર્ટ પણ બનાવ્યું છે.

પીપળાના પાન પર કોરોનાની વેક્સિન 2021નું કાર્વિંગ આર્ટ બનાવાયું

કાળાત્મક વસ્તુઓ બનાવામાં માહિર છે

સુરતના કાર્વિંગ અર્ટિસ્ટ ડીમ્પલ જરીવાલાએ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી પીપળાના પાન પર ખુબ સરસ કાર્વિંગ આર્ટ વર્ક કર્યું છે. પીપળાના પાન પર જ્યાં કોરોનાને બાય બાય કર્યું છે, ત્યાં જ કોરોનાની વેક્સિનને વેલકમ પણ કર્યું છે. સુરતના રામપુરા વિસ્તારમાં રહેતા ડિમ્પલ જરીવાલા કાળાત્મક વસ્તુઓ બનાવામાં માહિર છે, તેમને દેશના મહાનુભવોના ચહેરા પણ પાન પર ઉતાર્યા છે. તેઓએ પીપળાના પાન પર કાર્વિંગ આર્ટ કર્યું છે. આ વખતે તેઓએ પીપળાના પાન પર કોરોનાની વેક્સિન બનાવી છે અગાઉ નરેન્દ્ર મોદી સહિતના મહાનુભવો પણ આબેહુબ તસ્વીર તૈયાર કરી છે.

આર્ટ બનાવતા અંદાજે 15 થી 20 મિનિટનો સમય

તેઓએ જણાવ્યું હતું કે, એક પાના પર ચહેરો કે આર્ટ બનાવતા અંદાજે 15 થી 20 મિનિટનો સમય તેમને થાય છે. પાન પર આર્ટ કરતી વખતે ખુબ કાળજી રાખવી પડતી હોય છે, કારણ કે એક નાનકડી ભૂલ થવાથી તેમને નવા પાનનો ઉપયોગ કરવો પડતો હોય છે. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહાનાયક અમિતાભ બચ્ચન, સ્વામી વિવેકાનંદ, સહિતના મહાનુભવોના ચહેરા પણ પીપળાના પાન પર ઉતર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details