કતારગામ કાસાનગર ખાતે થોડા દિવસ પહેલા મોપેડ અને મોટર સાયકલ પર આવેલા ચાર જેટલા અજાણ્યા ઈસમો ફેબ્રિક્સના વેપારી ભરત સાકરીયાને ઇજાગ્રસ્ત હાલતમાં મૂકી ફરાર થઈ ગયા હતા.પરિવારજનો દ્વારા ભરત સાકરીયાને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વેપારીને ઢોર માર મારી તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. કતારગામ પોલીસે ચાર લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર તપાસમાં ભરત સાકરીયા ફેબ્રિકસના વેપારની સાથે ભુવાની વિધી કરતા હતા. જેના કારણે હત્યારાની પત્ની અને ભરત સાકરીયા વચ્ચે આડા સબંધ હતા.જે શંકા રાખી દિયર,પતિ સહિત ચાર લોકોએ મળી વેપારીને કતારગામ ખાતે આવેલ એક મકાનમાં લઈ ગયા હતા.જ્યાં તેણે ઢોર માર મારી ઇજાગ્રસ્ત હાલતમાં તેના ઘર પાસે મૂકી ફરાર થઈ ગયા હતા.
સુરતમાં પત્ની સાથે આડા સંબંધ હોવાના વહેમમાં વેપારીની હત્યા - ભરત સાકરીયા
સુરતઃ કતારગામ વિસ્તારમાં થોડા દિવસ પહેલા ફેબ્રિક્સના વેપારીને ઇજાગ્રસ્ત હાલતમાં ઘર નજીક મૂકી ચાર જેટલા અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા.ઈજાગ્રસ્ત હાલતમાં વેપારીને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વેપારીની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જ્યાં હત્યાના આ કેસમાં કતારગામ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મૃતક વેપારી અને હત્યારાની પત્ની વચ્ચે આડા સંબંધ હોવાના વહેમમાં હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
surat
હત્યારાઓને ઝડપી પાડવા પોલીસની એક ટીમ વતન ખાતે ગઈ હતી.જ્યા મુખ્ય આરોપીના દિયર ,જેઠ સહિત ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.