સુરતઃ રાજ્યના હાલોલ ચેકપોસ્ટ પરથી ગુજરાત પોલીસ દ્વારા સુરતથી રવાના થયેલી ચાર બસ પરત મોકલવામાં આવતા શ્રમિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. જ્યારે લોકોનું કહેવું છે કે, એમપી બોર્ડર પર તેમને રોકવામાં આવ્યા અને કહેવામાં આવ્યું છે કે યુપી જવા માટેની પરવાનગી નથી.
શ્રમિકોને લઈને વારાણસી જઈ રહેલી બસને પરત મોકલાઇ - વારાણસી જઈ રહેલી બસને પાછી મોકલવામાં આવી
સુરત શહેરના સચિન વિસ્તારમાંથી શ્રમીકોને લઈને વારાણસી જઈ રહેલી બસને પાછી મોકલવામાં આવી. સ્થાનિક તંત્ર પરવાનગી આપવા છતાં આ બસો પરત મોકલવામાં આવી છે જેને લઇ તંત્ર દ્વારા આપવામાં આવેલી પરવાનગીને લઇ અનેક સવાલો ઉભા થયા છે. તંત્રને ખબર હતી કે ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યમાં અત્યાર સુધી શ્રમિકોને મોકલવા માટે કોઈ પરવાનગી આપવામાં આવી નથી તેમ છતાં કેવી રીતે પરવાનગી આપવામાં આવી છે. તપાસનો વિષય એ પણ છે કે શું આ તરફ પરવાનગીનો કાગળ ખોટો પણ બનાવવામાં આવ્યો હોય ? જો કે અત્યાર સુધી આ અંગે તંત્ર દ્વારા કોઈપણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
શ્રમીકોને લઈને વારાણસી જઈ રહેલી બસને પાછી મોકલવામાં આવી
પ્રવાસીઓનું કહેવું છે કે, હાલોલ ચેકપોસ્ટ પર પરવાનગીના કાગળો જોવાની પણ પોલીસે તસ્દી ન લીધી. હાલ તેઓની હાલત કફોડી બની છે કારણ કે તેઓ પોતાના મકાનો છોડીને પોતાના વતન જવા માટે રવાના થયા હતા અને પરત આવીને કેવી રીતે રહેશે મોટો પ્રશ્ન છે.