સુરતના અડાજણ ગૌરવપથ રોડ પર વહેલી સવારે ઝાડીમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કર્તાની સાથે જ અડાજણ અને ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન મહિલાના માથા પર ઇર્જાના નિશાન મળી આવ્યા હતા. તેમજ મહિલાના કપડા પણ ફાટેલા હતા. જેથી મહિલાની હત્યા કરાઈ હોવાની હાલ આશંકા કરવામાં આવી રહી છે. પોલીસે મહિલા કોણ છે તે અંગે તપાસ પણ હાથ ધરી છે.
સુરતના ગૌરવ પથ રોડ પર વહેલી સવારે મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર - સુરત ન્યુઝ
સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા ગૌરવ પથ રોડ પર વહેલી સવારે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યાની જાણ થતાં જ અડાજણ પોલીસ અને ઉપરી અધિકારીની ટિમ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.
સુરતના ગૌરવ પથ રોડ પર વહેલી સવારે મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર
સાથે-સાથે પોલીસે આસપાસની બિલ્ડીંગોમાં લાગેલા CCTV ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે.