સુરત : લિંબાયતના બજરંગ નગરમાં રહેતા અને મૂળ તેલંગાણાના વતની ગણેશ બૂંદારામને સંતાનમાં બે દિકરીઓ છે. જે પૈકી બે માસની દીકરી તારાની તબિયત સોમવારના રોજ લથડતા તાત્કાલિક પરિવારજનો સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકીને મૃત ઘોષિત કરતા પરિવારના સભ્યો બાળકીને ઘરે લઈ આવ્યા હતા.
સ્મશાન ભૂમિમાં દાટવામાં આવેલા પરિવારની બે માસની બાળકીનો મૃતદેહ કબરમાંથી ગાયબ - surat latest news
લિંબાયત વિસ્તારમાં આવેલ સ્મશાન ભૂમિમાં દાટવામાં આવેલા પરિવારની બે માસની બાળકીનો મૃતદેહ કબરમાંથી ગાયબ થઈ જતા ભારે સનસનાટી મચી ગઇ હતી. પરિવાર જ્યારે બાળકીને દૂધ પીવડાવવા માટેની વિધિ કરવા પહોંચ્યું ત્યારે કબરમાં બાળકી ન મળતા પરિવારના પગ તળેથી જમીન સરકી પડી હતી. પરિવારે આ અંગે ટ્રસ્ટી અને ત્યાંના કર્મચારીને પૂછતા ડુક્કર અથવા તો સ્વાન ખેંચીને લઈ ગયા હશે તેવો જવાબ આપતા પરિવાર રોષે ભરાયું હતું.
જ્યાં બાદમાં સોમવારના રોજ પરિવારે લીંબાયતના રાવનગર ખાતે આવેલ હિન્દુ સ્મશાન ભૂમિમાં બાળકીની દફનવિધિ કરી દીધી હતી. જ્યાં બુધવારના પરિવારજનો પરત સ્મશાન ભૂમિ બાળકીને દૂધ પીવડાવવાની વિધિ માટે આવતા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. જે જગ્યાએ બાળકીની દફનવિધિ કરવામાં આવી હતી, ત્યાં બાળકીના કપડાં બહાર પડ્યા હતા. તેમજ બાળકીનો મૃતદેહ ગાયબ જોવા મળ્યો હતો. જેને લઇ પરિવારના પગ તળેથી જમીન સરકી પડી હતી. આ મામલે પરિવારજનોએ સ્મશાનભૂમિના ટ્રસ્ટી અને કર્મચારીને પૂછતા બાળકીને કોઈ ભૂંડ અથવા તો સ્વાન ખેંચી ગયો હશે તેવો ઊંડાઉ જવાબ આપ્યો હતો. જે સાંભળી પરિવારે ભારે હોબાળો પણ મચાવ્યો હતો. પરંતુ પોતાની બાળકીનો મૃતદેહ ના મળતા પરિવારજનો માં એક આક્રોશ જોવા મળ્યો હતો.
જેમાં બાળકીના મોતને લઈ પરિવાર પહેલાથી શોકમાં ગરકાવ છે. ત્યાં બીજી તરફ બાળકીના મૃત્યુ બાદ પણ આત્માને શાંતિ ન મળતા પરિવાર દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યું છે. જો કે, આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ પરિવારજનો દ્વારા નોંધાવવામાં આવી નથી. ત્યારે સ્થાનિક પોલીસ આ મામલે કોઇ મધ્યસ્થી કરી તપાસ કરે છે કે, કેમ તેવી ચર્ચા હાલ ઉઠી છે.