- બેઝમેન્ટમાં ગોડાઉન અને દુકાનો બનાવી દેવાય છે
- સમગ્ર કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીનો અભાવ
- અન્ય મિલ્કતો સામે પણ કાર્યવાહી કરાશે
બારડોલી : બારડોલી નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા શુક્રવારના રોજ સ્ટેશન રોડ પર આવેલા સિટી મોલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટને સીલ કરવામાં આવ્યું હતું. ગેરકાયદે ગોડાઉન બનાવી દીધા હોઇ અને ફાયરની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી અન્ય ગેરકાયદે કોમ્પ્લેક્સ અને શોપિંગ સેન્ટરના સંચાલકોમાં ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચોઃ આગની ઘટના બાદ બારડોલી ફાયર વિભાગ દ્વારા બે ગોડાઉન સીલ કરાયા
- 24મી ફેબ્રુઆરીએ બૂટના ગોડાઉનમાં લાગી હતી આગ
ગત 24મી ફેબ્રુઆરીની રાત્રે બારડોલીના ગાંધી રોડ પર દેસાઈ વિલાની પાછળ પરવાનગી વગર બનાવવામાં આવેલ બૂટના ગોડાઉનમાં આગ લાગતા મોટું નુકસાન થવાની સાથે લોકો માટે જીવનું જોખમ ઉભું થયું હતું. રહેણાંક વિસ્તારમાં ગોડાઉન અને ફાયર સેફટીની કોઈ સુવિધા નહીં હોવાથી પાલિકા દ્વારા બીજા જ દિવસે ગોડાઉન સીલ કરવમાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ બારડોલીમાં બૂટ-ચપ્પલના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
- વધી રહેલી આગની ઘટનાને લઈ કરવામાં આવી કાર્યવાહી
સુરત શહેર અને જિલ્લામાં વધી રહેલી આગની ઘટનાને લઈને બારડોલી ફાયર વિભાગ હરકતમાં આવી ગયો હતો અને શહેરમાં ગેરકાયદે કોમ્પ્લેક્સ અને ફાયર સેફટીના અભાવવાળા બિલ્ડિંગ અને મકાનોને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શુક્રવારે સાંજે બારડોલીના સ્ટેશન રોડ પર આવેલા સિટી મોલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટને સીલ કરવામાં આવ્યું હતું. આ બેઝમેન્ટમાં પાર્કિંગની જગ્યાએ દુકાનોના ગોડાઉન બનાવી દેવામાં આવ્યા હતાં. કેટલીક જગ્યાએ તો દુકાનો પણ બનાવી દેવાઈ હતી. આગામી દિવસોમાં અન્ય શોપિંગ સેન્ટરમાં પણ આ રીતે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું.
બારડોલીમાં સિટી મોલ કોમ્પ્લેક્સનું બેઝમેન્ટ સીલ કરવામાં આવ્યું - ફાયર સેફ્ટી
બારડોલીમાં ફાયરસેફટીના અભાવે સ્ટેશન રોડ પર આવેલું બેઝમેન્ટ સીલ કરવામાં આવ્યું હતું. બારડોલી પાલિકા અને ફાયર વિભાગની ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આગામી દિવસોમાં ફાયર સેફટી વગરની અન્ય કોમ્પ્લેક્સ અને મિલકતો સામે પણ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું.
બારડોલીમાં સિટી મોલ કોમ્પ્લેક્સનું બેઝમેન્ટ સીલ કરવામાં આવ્યું