ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલીની વિદ્યાર્થિનીઓએ સ્કેટિંગ દ્વારા 24 કલાકમાં 135 કિમી અંતર કાપ્યું

બારડોલીની 10 વિદ્યાર્થિનીઓએ 25 જાન્યુઆરીના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતેથી સ્કેટિંગની શરૂઆત કરી હતી. 24 કલાકમાં તેમની ટીમે નોનસ્ટોપ સ્કેટિંગ કરી 135 કિમીનું અંતર કાપ્યું હતું અને બારડોલી પહોંચ્યા હતા. આ ટીમે ઈન્ડિયા બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે દાવેદારી કરી છે. બારડોલી પહોંચેલી ટીમનું સ્થાનિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

bardoli news
bardoli news

By

Published : Jan 27, 2021, 8:22 PM IST

  • બારડોલીની વિદ્યાર્થિનીઓએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં દાવેદારી નોંધાવી
  • સ્કેટિંગ દ્વારા 24 કલાકમાં 135 કિમીનું અંતર કાપ્યું
  • સ્ટેચ્યું ઑફ યુનિટીથી બારડોલી સુધીની સફર
    bardoli news

સુરત: બારડોલીની 10 વિદ્યાર્થિનીઓએ પ્રજાસત્તાક દિન નિમિત્તે સરદારથી સરદારની સફર સ્કેટિંગના માધ્યમથી પૂર્ણ કરી હતી. સ્ટેચ્યું ઓફ યુનિટીથી બારડોલીના સરદાર મ્યુઝિયમ સુધીના 135 કિમી સુધી નોનસ્ટોપ સ્કેટિંગ કરી હતી. 24 કલાકમાં આ સફર પૂર્ણ કરી ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે દાવેદારી કરી છે.

નારી સશક્તિકરણના સંદેશ સાથે 10 વિદ્યાર્થિનીઓએ કર્યું સ્કેટિંગ

બારડોલીની જાણીતી સંસ્થા ધૂમકેતુ અને કેન એકેડમી દ્વારા નારી સશક્તિકરણની ઝુંબેશ સાથે 10 જેટલી વિદ્યાર્થીનીઓ કાવ્યા કંથારીયા, જીયા ચૌધરી, મહેક ચૌધરી, રિદ્ધિ પટેલ, ચીતરંગી પટેલ, વૃન્દા ચૌધરી, ક્રિષ્ના પટેલ, પ્રાર્થના સોલંકી, સોનિયા દેવલાની અને ટ્વિકલ ઠાકરે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. 25મી જાન્યુઆરીના રોજ સવારે 8 વાગ્યે સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતેથી ગુજરાત રાજ્ય બાળ આયોગના પૂર્વ ચેરપર્સન ભારતીબેન તડવીએ નોન સ્ટોપ સ્કેટિંગને લીલીઝંડી આપી હતી.

બારડોલીમાં કરવામાં આવ્યું સ્વાગત

સ્ટેચ્યું ઓફ યુનિટીથી શરૂ થયેલી આ સફર બીજા દિવસે 26 જાન્યુઆરીના રોજ સવારે 8 વાગ્યે 24 કલાકમાં 135 કિમીનું અંતર કાપી પૂર્ણ થઈ હતી. જ્યાં તેમનું બારડોલીના સ્થાનિક નેતાઓએ ઉત્સાહપૂર્વક સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થિનીઓએ આ સફર પૂર્ણ થતાં જ ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં દાવેદારી નોંધાવી છે.

ABOUT THE AUTHOR

...view details