સુરતઃ પાંડેસરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતો ઓટો રીક્ષા ચાલક પોતાની સોસાયટીમાં રહેતા બાળકોને બહારે લઇ જવા માટે રિક્ષામાં લઇ ગયો હતો, જે દરમ્યાન ઓટો રિક્ષામાંથી બાળક પડી જતા તેને ઉઠાવવા ગયો હતો, તે વેળાએ ત્યાં હાજર લોકોએ રીક્ષા ચાલકને બાળકચોર સમજી ઢોર માર મારી લીધો હતો.
સુરતમાં ઓટો રીક્ષા ચાલકને બાળકચોર સમજી લોકોએ માર માર્યો - surat news update
સુરતના પાંડેસરા વિસ્તારમાં ઓટો રીક્ષા ચાલકને બાળકચોર સમજી લોકોએ માર માર્યો હતો. ઘટનાની જાણકારી મળતા પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જોકે ઓટો રિક્ષા ચાલક બાળકના પરિવારથી પરિચિત હોય ઓટો રિક્ષામાં આટો મરાવવા માટે લઈ ગયો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
સુરત
ઘટનાની જાણકારી મળતા બાળકનો પરિવાર અને પોલીસ પણ ત્યાં દોડી આવી હતી. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, યુવક બાળકના પરિવારથી પરિચિત છે અને બાળકોને રિક્ષામાં ફરાવવા માટે લઈ ગયો હતો, જે દરમ્યાન લોકોએ બાળકચોર સમજી માર માર્યો હતો. ઘટના અંગે પાંડેસરા પોલીસે પરિવારના અને ઓટો રીક્ષા ચાલકનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.