કતારગામમાં એક બિલ્ડિંગમાં શ્રમજીવી પરિવારની સાડા છ વર્ષીય બાળકી અને બીજા પરિવારમાં 10 વર્ષની બાળકી રહે છે. બંને બાળકી રમવા ગઈ હતી, પરંતુ પરત ફરવામાં મોડું થતાં પરિવારજનો શોધવા નિકળ્યા હતા. તે દરમિયાન બંને બાળકીઓને લઈને શિવશંકર આવતો દેખાયો હતો. તે સમયે આરોપી બાળકીઓના પરિવારજનોને જોઈ ત્યાંથી નાસી ગયો હતો. જેને લઇને પરિવારજનોને શંકા ઉપજી હતી.
એક નહીં પણ બે-બે બાળકીઓ સાથે દુષ્કર્મ કરનારા નરાધમની ધરપકડ
સુરત: કતારગામમાં એક યુવકે છેલ્લા ત્રણ મહિનાથી અશ્લીલ વીડિયો ક્લિપ બતાવી અને ચોકલેટ આપવાની લાલચ આપી એકાંત સ્થળે લઈ જઈને સાડા છ વર્ષીય બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
ત્યાર બાદ બાળકીઓની પૂછપરછ કરતા બાળકીઓએ જણાવ્યું કે, “શિવશંકર અંકલ ચોકલેટ ખવડાવવા લઈ જાય છે. ત્યાર બાદ મોબાઇલમાં અશ્લીલ ફોટો અને વીડિયો બતાવે છે.” નરાધમ શિવશંકરે તેમના ઘર નજીક બંને બાળકીઓને લઈ જઈ 10 વર્ષીય બાળકી સાથે અડપલાં કર્યાં હતાં. જ્યારે છ વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજાર્યાની હકીકત બાળકીએ વર્ણવી હતી. આ સમગ્ર બાબતે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી વિરૂદ્ધ મધરાત્રે ફરિયાદ દાખલ કરી હતી. તપાસ દરમિયાન આરોપી શિવશંકરને કતારગામમાંથી દબોચી લેવામાં આવ્યો હતો. આ બનાવને લઇને પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.