સુરતઃપોસાદરા ગ્રીષ્મા હત્યાકાંડ મામલે ગત 22 એપ્રિલના રોજ બંને પક્ષોની સજા બાબતે દલીલો (Arguments in court )ચાલી હતી. આજે આ મામલે કોર્ટમાં બચાવ પક્ષ વકીલ પોતાની અંતિમ દલીલ મૂકી હતી અને(Grishma murder case 2022) હવે કોર્ટ દ્વારા આ કેસમાં 5મી મેના રોજ સજા સંભળાવવામાં આવશે. આ કેસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. અને 23 પંચનામા કરવામાં આવ્યા હતા.
Grishma murder case 2022: કોર્ટમાં બચાવ પક્ષના વકીલે અંતિમ દલીલ કરી, 5મી મેના રોજ ફેનીલને સજા સંભળાવાશે - Kamrej Surat murder case
સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં 22 એપ્રિલના રોજ બંને પક્ષોની સજા બાબતે(Grishma murder case 2022)દલીલો ચાલી હતી. આ મામલે કોર્ટમાં બચાવ પક્ષના વકીલે પોતાની અંતિમ દલીલ મૂકી હતી. હવે કોર્ટ દ્વારા આ કેસમાં 5મી મેના રોજ સજા સંભળાવવામાં આવશે.
5મી મેના રોજ સજા સંભળાવવામાં આવશે -ગ્રીષ્મા હત્યા કેસ મામલે(Surat murder case)ગત 22 એપ્રિલના રોજ બંને પક્ષોની સજા બાબતે દલીલો ચાલી હતી. એમાં કોર્ટરૂમમાં બચાવ પક્ષે ઉંમરને ધ્યાનમાં રાખીને ઓછી સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે સરકારી વકીલદ્વારા રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવી સરકારી વકીલે ફાંસીની સજાની કરવાની માંગ કરી હતી. જેમા મુખ્ય ન્યાયાધીશ વિમલ કે વ્યાસે સજા કરવા અંગે 26 એપ્રિલના રોજ એક દિવસનો સમય આપ્યો હતો. આજે નામદાર કોર્ટ દ્વારા આ મામલે 5મી મેના રોજ સજા સંભળાવવામાં આવશે.
કેસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી -સુરત જિલ્લાના ચકચારી ગ્રીષ્મા હત્યા મામલે આજરોજ કોર્ટમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ કરવામાં આવી છે. કોર્ટ દ્વારા 16મી એપ્રિલે જ્જમેન્ટ આપવામાં આવશે. આ કેસ સૌપ્રથમ સેશન ટ્રાયબલ હોવાથી કઠોર કોર્ટમાંથી આ કેસ કમીટી થઈને સુરતની કોર્ટમાં ટ્રાન્સફર કર્યું હતું. આ કેસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. અને 23 પંચનામા કરવામાં આવ્યા હતા. 190 જેટલા સાક્ષીઓ અને 188 દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ ઉપરાંત ડોક્ટરના, ઇજાગ્રસ્ત વ્યક્તિ, મેડિકલ, સીસીટીવી, ઘટના પેહલાના વિડિયો, ઘટના બાદની ઓડિયો ક્લિપ તમામ પુરાવાઓ રજૂ કર્યાં હતા.