સુરત: ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં 11 થી 17 ઓગસ્ટ દરમિયાન આયોજિત હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga Abhiyan)માટે ટેક્સટાઇલ સિટી 10 કરોડ તિરંગા તૈયાર કરશે. આ મસમોટા કનસાઈનમેન્ટ માટે ટેક્સટાઇલ ઉદ્યોગ(Textile City Surat ) પણ ઉત્સાહિત છે. આ માટે સુરતના ઉદ્યોગકારોએ ભીવંડીથી રોટા કાપડનો ઓર્ડર પણ આપી દીધો છે.
હર ઘર તિરંગા અભિયાન હેટળ સમગ્ર દેશમાં -72 કરોડ તિરંગાને એક (Har Ghar Tiranga)સપ્તાહ સુધી લહેરાવવામાં આવશે જેની માટે ભારત સરકારે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 72 કરોડ તિરંગા બનાવવા માટે દરેક ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલ શહેરના ઉદ્યોગપતિઓ સાથે સંપર્ક પણ સાધવામાં આવ્યો છે. આ તિરંગા દેશના અલગ અલગ ખુણામાં મોકલવામાં આવશે.જે પૈકી 10 કરોડ તિરંગાનો ઓર્ડર સુરતના મિલ માલિકોને મળ્યો છે. નાના તિરંગાથી લઈને મોટા તિરંગા તૈયાર કરવાંમાં આવશે.
આ પણ વાંચોઃઆવકની સાથે કુદરતનું જતન કરતી મહિલાઓ, સખી મંડળની બહેનોએ મળીને કર્યું અદભુત કામ
તિરંગાનું કપડું ભીવડી થી મંગાવવામાં આવ્યું -સાઉથ ગુજરાત પ્રોસેસિંગ હાઉસ યુનિટ એસોસિએશનના( South Gujarat Processing House Unit Association)પ્રમુખ જીતુ વાખારીયાએ જણાવ્યું હતું કે, ભારત સરકાર તરફથી અમને એપ્રોચ કરવામાં આવ્યું છે અને તિરંગા બનાવવા માટે અમે તૈયારી બતાવી છે. આશરે 10 કરોડ તિરંગા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ બનાવશે. જેના કોસ્ટીગ મુજબ દરેક મિલ માલિકોને રૂપિયા ચુકવવામાં આવશે. આ સાથોસાથ આ તિરંગાનું કપડું ભીવડીથી મંગાવવામાં આવ્યું છે જે કાપડ રોટા કાપડ તરીકે ઓળખાય છે.
આ પણ વાંચોઃAAP Tiranga Yatra Gujarat : પંજાબમાં AAPની જીત થતા કામરેજમાં આમ આદમી પાર્ટીની વિજય ત્રિરંગા રેલી
અંદાજીત 5 જેટલી મિલો આ તિરંગા તૈયાર કરશે -સાથે તેઓએ જણાવ્યું હતું કે, 26 મી જુલાઈ સુધી આ 10 કરોડ તિરંગા તૈયાર કરી દેવામાં આવે તેવો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. મિલ માલિકો દ્વારા પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અંદાજીત 5 જેટલી મિલો આ તિરંગા તૈયાર કરશે. બાદમાં આ તિરંગા ને દિલ્હી ખાતે મોકલી આપવામાં આવશે. તિરંગામાં કોઈ પણ પ્રકારની ખામી નહીં રહી જાય આ માટે અમે તકેદારી લઈ રહ્યા છીએ પ્રિન્ટિંગથી લઈ ફેબ્રિક સુધી માટે તમામ બારીકાઈથી ધ્યાન આપી રહ્યા છે.