સુરત: હોસ્પિટલના લિફ્ટમાં ફસાયેલા દસ વ્યક્તિને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવાની ઘટના સામે આવી છે. શહેરના વેસુ વિસ્તારમાં આવેલ ટાઈમ વર્લ્ડ કોમર્શિયલ બિલ્ડીંગ સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટમાં વહેલી સવારે 10 વ્યક્તિઓ ફસાયા હતા. તેઓને સૌપ્રથમ વખત તો હોસ્પિટલનો ટેકનિકલ સ્ટાફ દ્વારા લિફ્ટ ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ અંતે સફળતા ન મળતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
Surat News: સુરતની હોસ્પિટલની લિફ્ટમાં ફસાયેલા દસ વ્યક્તિને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું - Surat fire department
સુરતના વેસુ વિસ્તારમાં આવેલ ટાઈમ વર્લ્ડ કોમર્શિયલ બિલ્ડીંગના સનગ્રેસ હોસ્પિટલમાં આજે વહેલી સવારે લિફ્ટમાં 10 વ્યક્તિઓ ફસાયા હતા. તેઓનું ફાયરના જવાનો દ્વારા મહામહેનતે સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જોકે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.
Published : Aug 31, 2023, 11:16 AM IST
"આજે વહેલી સવારે 3:33 વાગે ફાયર કંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો. જેથી વેસું ફાયર વિભાગને કોલ આપતા વેસુ વિભાગની ટીમ હોસ્પિટલ પહોંચી હતી. ફાયરના જવાનો દ્વારા મહામહેનતે પ્રથમ અને બીજા માળે વચ્ચે આવેલ કોંક્રિટ દીવાલ તોડીને ફસાયે તમામ વ્યક્તિને બે કલાકની ભારે જહેમત બાદ સલામત બહાર કાઢેલા હતા. જોકે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી."--બસંત પરીખ( ફાયર વિભાગના એડિશનલ ફાયર ઓફિસર)
બે કલાક ભારે જહેમત: વેસુ ફાયર વિભાગનો કાફલો હોસ્પિટલ ઉપર પરિસ્થિતિની તપાસ કરતા પ્રથમ અને બીજા માળ વચ્ચે લીફ્ટ ફસાયેલા હતા. જોકે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. પ્રથમ અને બીજા માળે વચ્ચે આવેલ કોંક્રિટ દીવાલ તોડીને ફસાયે તમામ વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 1. સંદીપ સુરેશ પાટીલ, 2. હિતેન્દ્ર સદામ કોરી, 3. અજય પવાર, 4. યોગેશ કોરી, 5. પર્યુ પાટીલ, 6. લક્ષ્મણ કોરી, 7. યોગેશ દુષા, 8. બાબુભાઈ કુરેશન, 9. શાંતિલાલ મહાજન, 10. દિપક પાટીલ આ તમામ નામ લિફ્ટમાં ફસાયે વ્યક્તિઓના નામ છે.
- Surat News : સુરત સિવિલ હોસ્પિટલમાં જન્મથી મૂકબધિર બાળકોની 'કોક્લિયર ઈમ્પ્લાન્ટ'ની સફળ સર્જરી, 4 પરિવારની વિપદા ટળી
- Surat News : સુરત નવી સિવિલ હોસ્પિટલની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીને આત્મહત્યા કરતા અટકાવી પોલીસે
- Ahmedabad Civil Hospital : 9 મહિનાના બાળકે LED બલ્બ ગળી લીધો, સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ આપ્યું જીવનદાન